Business Plus

શું કોઈ સીએ અથવા ઓડિટ ST/NCLT કેસના આઉટ-કમ મુજબ ફી નક્કી કરી શકે?

By GS Team
20 Sep 20266 mins read
TukuTouch Logo
ચેન્નઈ NCLT એર્ન્સ્ટ એન્ડ યંગ LLPની નાદારી અરજી ફગાવી. કંપનીએ મોબેઝ ઇલેક્ટ્રોનિક્સ સામે GST કાર્યવાહીમાં મળેલી રાહત માટે રૂ. 3.11 કરોડની સફળતા ફી માંગી હતી. ટ્રિબ્યુનલે ફીની પાત્રતા અંગે વાસ્તવિક વિવાદ જોયો. ICAI દ્વારા આકસ્મિક ફી વ્યવસ્થાની તપાસ થઈ શકે છે. આ નિર્ણય વ્યાવસાયિકો માટે ફી અંગે નવા પ્રશ્નો ઉભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું કોઈ સીએ અથવા ઓડિટ ST/NCLT કેસના આઉટ-કમ મુજબ ફી નક્કી કરી શકે?
  • GSTનું Ato Z - હર્ષ કિશોર
    આપણે જાણીએ છીએ કે 'ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા'ના ડિસિપ્લિનરી ડિરેક્ટરેટ દ્વારા સમયાંતરે 'કોડ ઓફ એથિક્સ' બહાર પાડવામાં આવે છે, જેનું પાલન તેમના સૌ સભ્યોએ અને ઓડિટ કરનાર વ્યક્તિઓ તથા પેઢીઓએ અમલ કરવાનો રહે છે. આપણે એ પણ જાણીએ છીએ કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ-૨૦૧૬ હેઠળ હાલ એનસીએલટી સમક્ષ એડ્જુડીકેશનની કામગીરી ચાલતી હોય છે.
    NCLT અને NCLATનો ઉદય : જુના કાયદા એવા SICAની અગત્યની જોગવાઈઓ કંપની ધારો, ૨૦૦૩ માં ચેપ્ટર XIXમાં કલમ ૨૫૩થી ૨૬૯ હેઠળ સમાવવામાં આવી અને હવે ૧ જુન, ૨૦૧૬થી અહીથી જન્મ થાય છે BIFRની જગ્યાએ National Company Law Tribunal અને AAIFRની જગ્યાએ National Company Law AppellateTribunalનો. કંપની ધારો, ૨૦૦૩ ની કલમ ૪૦૮ હેઠળ NCLTની સ્થાપના થઈ જ્યારે NCLATની સ્થાપના કંપની ધારા. ૨૦૧૩ ની કલમ ૪૧૦ હેઠળ કરવામાં આવી. BIFR અને AAIFR પાસેના પેન્ડીંગ કેસો અનુક્રમે NCLT અને NCLATને સોંપવામાં આવ્યા.
    NCLTનું કામ : એનસીએલટીને અરજી મળ્યા બાદ ૧૪ દિવસની અંદર જો અરજી ખરી અને પૂર્ણ જણાય અને ઓપરેશનલ ક્રેડિટર દ્વારા અથવા ડિમાન્ડ નોટિસ દેવાદાર કંપનીને વ્યવસ્થિત રીતે બજાવવામાં આવેલ હોય અને બંને વચ્ચે કોઈ વિવાદ ના હોય અથવા ઇન્ફર્મેશન યુટીલીટી પાસે પણ એવા કોઈ વિવાદની વિગત ન હોય અને સૂચવેલ રિઝોલ્યુશન પ્રોફેશનલ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી બાકી ના હોય તો તે અરજી દાખલ કરે છે. પરંતુ જો ઓપરેશનલ ક્રેડિટરની અરજી અધુરી હોય અથવા દેવાદાર કંપની દ્વારા ઓપરેશનલ ક્રેડિટરને રકમની ચુકવણી કરેલ હોય કે પછી ઓપરેશનલ ક્રેડિટરે ડિમાન્ડ નોટિસ કે ઇનવોઈસ દેવાદાર કંપનીને બજાવેલ ન હોય અને દેવાદાર કંપનીએ વિવાદ કે અપીલની વિગત રજૂ કરેલ હોય અને ઇન્ફોર્મેશન યુટીલીટીના રેકર્ડ પર તે હોય કે પછી સૂચવેલ રિઝોલ્યુશન પ્રોફેશનલ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી બાકી હોય તો એનસીએલટી ઓપરેશનલ ક્રેડરની અરજી રીજેક્ટ કરી શકે છે. પરંતુ તે અગાઉ અરજદારને અરજીમાં રહેલ ક્ષતિ દિન સાતમાં સુધારવાની તક આપી શકે છે.
    NCLTની બેંચો : આજની તારીખે સમગ્ર દેશમાં તેની દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેંચ અને દિલ્હી, અમદાવાદ, અલ્લાહબાદ, હૈદરાબાદ, બેન્ગ્લુરું, ચંડીગઢ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, કોચી, મુંબઈ, કોલકત્તા, અમરાવતી અને ઇન્દોર એમ અન્ય કુલ ૧૫ રીજનલ બેંચીસ આવેલી છે. NCLATની પ્રિન્સિપલ બેંચ દિલ્હી ખાતે આવેલ છે. તાજેતરમાં ૈંભછૈં અને NCLT તેમજ કેસની ફી ને સાંકળતો એક રસપ્રદ કેસ બનેલ છે જેની આપણે મહત્વની બાબતો આજે જાણીશું.
    કેસનું નામ : અર્ન્સ્ટ અને યંગ, (ઈરૂ) એલએલપી વિરુદ્ધ મોબેઝ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કેસ નંબર : ભઁ(ૈંમ્ભ)/૩૭૦(ભલ્લઈ)/૨૦૨૫.
    વિગતો : આ કેસમાં ઈરૂ દ્વારા ૈંમ્ભની કલમ ૯ હેઠળ સ્ર્મચજી નામની કંપની સામે દાવો માંડવામાં આવેલ હતો. ઈરૂ નામની પેઢી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ સંબંધિત GSTને લગતી કાર્યવાહીમાં સ્ર્મચજી નામની વેપારી પેઢીને મદદ કરવા માટે રોકાયેલ હતી. તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજના એક વ્યવસાઈ કરાર હેઠળ, ઈરૂને સ્ર્મચજી તરફથી ૨૫ લાખની પ્રારંભિક ફી અને અનુકૂળ પરિણામ પર મળેલી રાહતના ૧% જેટલી વધારાની ફી મળવાની હતી, જેમાં આંશિક સફળતાના કિસ્સામાં પ્રમાણસર ચુકવણીનો સમાવેશ થતો હતો. GSTના માંગણાની રકમમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો કરીને, ઈરૂએ, પરિણામ-આધારિત ફી માટે વ્યાજ સહિત લગભગ ૩.૧૧ કરોડનો દાવો રજૂ કર્યો. મોબેસે તેની જવાબદારીનો વિરોધ કર્યો, પ્રશ્ન કર્યો કે શું ઈરૂ ફી માટે બિલકુલ હકકદાર છે અને શું GST કાર્યવાહી, એ કરાર હેઠળ વિચારેલ 'સફળતા' પ્રાપ્ત કરી છે.
    ઈરૂના જણાવ્યા મુજબ, તેણે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે GST કાર્યવાહીના સંદર્ભમાં વ્યાવસાયિક સેવાઓ પ્રદાન કરી હતી અને GST માંગણીઓ સામે કુલ રૂ. ૪.૫૯ કરોડની રૂ. ૨.૩૫ કરોડની રાહત મેળવી હતી. તેમના તારીખ ૧૯.૦૬.૨૦૨૪ અને ૨૩.૦૮.૨૦૨૪ના ડ્રાફ્ટ ઇન્વોઇસ મોબેસ દ્વારા ચૂકવવામાં આવ્યા ન હતા. ત્યારબાદ ૧૧.૦૨.૨૦૨૫ના રોજ એક સંચિત ઇન્વોઇસ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફોર્મ-૩માં ૦૬.૦૬.૨૦૨૫ના રોજ એક વૈધાનિક ડિમાન્ડ નોટિસ આપવામાં આવી હતી.
    કોર્પોરેટ દેવાદાર કંપની મોબેસે કથિત સફળતા ફીનો વિરોધ કર્યો. તેમણે દલીલ કરી હતી કે સંમત વ્યાવસાયિક ફી માત્ર રૂ. ૨૫,૦૦,૦૦૦/- હતી, જે સંપૂર્ણ અને અંતિમ સમાધાનમાં ચૂકવવામાં આવી હતી, અને વધારાની ૧% સફળતા ફીની કલમ અસ્પષ્ટ હતી, ફૂદડી અને ફૂટનોટ દ્વારા છુપાવવામાં આવી હતી, અને ક્યારેય વાટાઘાટો અથવા સંમતિ આપવામાં આવી ન હતી.
    ટ્રિબ્યુનલે GST રાહત સાથે જોડાયેલી પ્રારંભિક ૨૫ લાખ ફી અને કથિત ૧% સફળતા ફી સાથે સંકળાયેલા વિવાદિત દાવાનો નિર્ણય લેવા માટે કલમ ૯ ૈંમ્ભ કાર્યવાહીનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, ચેન્નાઈ બેન્ચે, મોબેઝ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા શરૂ કરવા માટે ૈંમ્ભની કલમ ૯ હેઠળ અર્ન્સ્ટ એન્ડ યંગ ન્ન્ઁની અરજી ફગાવી દીધી.
    ઈરૂ GST કાર્યવાહીમાં મળેલી રાહત માટે ૧% સફળતા ફી માંગી રહ્યું હતું. ટ્રિબ્યુનલે પરિણામ-આધારિત ફી માટે ઈરૂના હકકદારી અંગે વાસ્તવિક વિવાદ જોયો. તેમાં એવું પણ અવલોકન કરવામાં આવ્યું છે કે જો સેવાઓ તેના નિયમનકારી માળખા દ્વારા સંચાલિત વ્યક્તિઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હોય તો ઈરૂના વ્યાવસાયિક જોડાણની પ્રકૃતિ અને પરિણામ-આધારિત ફી વ્યવસ્થાની પરવાનગીની તપાસ 'ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા' દ્વારા કરી શકાય છે.
    ટ્રિબ્યુનલે એ પણ નોંધ્યું કે કાનૂની માંગણી નોટિસ જારી કરવામાં આવે તે પહેલાં મોબેસે ઈરૂના સફળતા ફીના હકકદારી પર વિવાદ કર્યો હતો. અગાઉનો પત્રવ્યવહાર દર્શાવે છે કે મોબેસે ફી, 'સફળતા'ના અર્થ અને બાકી GST કાર્યવાહીની અસર પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેથી, ઈરૂ દ્વારા નાદારી કાર્યવાહી શરૂ કર્યા પછી આ વિવાદને પહેલી વાર ઉઠાવવામાં આવેલા વાંધા તરીકે ગણી શકાય નહીં.
    વધુમાં ઈરૂના દાવાના આધાર તરીકે GST કાર્યવાહી અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરી શકી ન હતી. ખાસ કરીને, ઈરૂ દ્વારા આધાર રાખતા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે GST આદેશને ૯ જુલાઈ, ૨૦૨૪ના રોજ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલેએ પણ નોંધ્યું હતું કે અન્ય આકારણી વર્ષો સંબંધિત કાર્યવાહી બાકી છે. ટ્રિબ્યુનલે અવલોકન કર્યું કે, 'અરજદારનો દાવો કે GST માંગમાં માત્ર ઘટાડો એ અંતિમ 'સફળતા' છે જે કથિત ફી માટે બિનશરતી હકકદારી આપે છે, તેને વધુ નિર્ણય વિના સ્વીકારી શકાય નહીં,'
    ઈરૂ એ NCLT સમક્ષ કહ્યું કે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેઢી નથી અને ફી એક માન્ય વ્યાપારી રીત મુજબ પરિણામ સાથે સંકળાયેલ વ્યવસ્થા છે. જોકે, ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે કરાર પત્ર અને કાર્યક્ષેત્રમાં GST કાર્યવાહી સંબંધિત વ્યાવસાયિક સેવાઓનો સમાવેશ થાય છે, જેમાં વૈધાનિક સત્તાવાળાઓ સમક્ષ પ્રતિનિધિત્વનો સમાવેશ થાય છે. તેણે અવલોકન કર્યું કે તે સેવાઓ કઈ ક્ષમતામાં પ્રદાન કરવામાં આવી હતી, અને શું વ્યવસ્થા લાગુ વ્યાવસાયિક ધોરણો અને નિયમોનું પાલન કરે છે, જો સેવાઓ તેના નિયમનકારી માળખા દ્વારા સંચાલિત વ્યક્તિઓ દ્વારા પ્રદાન કરવામાં આવી હોય તો ૈંભછૈં દ્વારા તેની તપાસ કરી શકાય છે.
    તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ અવલોકન ઈરૂ અથવા કોઈપણ વ્યક્તિગત વ્યાવસાયિક સામે વ્યાવસાયિક ગેરવર્તણૂકના તારણો નથી. સક્ષમ નિયમનકારી અધિકારી સ્વતંત્ર રીતે આ બાબતની તપાસ કરી શકે છે અને લાગુ કાનૂની અને વ્યાવસાયિક માળખા હેઠળ જો જરૂરી હોય તો પગલાં લઈ શકે છે.
    આ આદેશ ૈંમ્ભની મર્યાદિત દેવા-વસૂલાતની ભૂમિકાને મજબૂત બનાવે છે અને નિયમન કરાયેલ વ્યાવસાયિકો માટે આકસ્મિક અથવા સફળતા-સંબંધિત ફીની આસપાસ એક અલગ વ્યાવસાયિક-નૈતિકતાનો પ્રશ્ન ઉઠાવે છે. આમ, હવે ૈંભછૈં દ્વારા પોતાના વ્યવસાઈ સભ્યો માટે કેસના આઉટ-કમ મુજબ ફી નક્કી કરી શકાય કે કેમ તે અંગેની માર્ગદર્શક સુચનાઓની રાહ જોવાઈ રહી છે.