Business Plus
હળદર વાયદામાં અઢી ટકાનું વધારાનું માર્જીન લાદીને તેજીને નાથવાનો પ્રયાસ
By GS Team
19 Jul 20263 mins read
રશિયાથી આયાત છતાં ધાણામાં નોનસ્ટોપ તેજી જોવા મળી રહી છે. નબળા ચોમાસાને કારણે વાવેતર ઘટતાં ખાદ્યચીજોમાં મોંઘવારી વધવાની દહેશત છે. 10 જુલાઈ સુધીમાં દેશભરમાં 1 કરોડ હેક્ટરથી વધુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. મસાલા, તેલીબિયાં અને કઠોળમાં તેજીનો માહોલ છે. ધાણા-હળદરમાં મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભાવમાં ઉછાળો ચાલુ રહેશે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info
રશિયાથી આયાત છતાં ધાણામાં નોનસ્ટોપ તેજી જોવા મળી રહી છે. નબળા ચોમાસાને કારણે વાવેતર ઘટતાં ખાદ્યચીજોમાં મોંઘવારી વધવાની દહેશત છે. 10 જુલાઈ સુધીમાં દેશભરમાં 1 કરોડ હેક્ટરથી વધુ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. મસાલા, તેલીબિયાં અને કઠોળમાં તેજીનો માહોલ છે. ધાણા-હળદરમાં મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભાવમાં ઉછાળો ચાલુ રહેશે.
00:00
00:24
Summarized by AI; it may make mistakes. Check important info

- કોમોડિટી કરંટ
- ધાણાની રશિયાથી આયાત છતાં ફંડામેન્ટલ મજબૂતીથી નોનસ્ટોપ તેજી
ખરીફ સીઝનમાં નબળા ચોમાસાને કારણે વાવેતર ગત વર્ષ કરતાં ઘણું પાછળ ચાલી રહ્યું હોવાથી ચિંતાનો માહોલ છે. સરકારી અહેવાલો પ્રમાણે ૧૦ જુલાઈ સુધીમાં દેશભરમાં લગભગ એકાદ કરોડ હેક્ટરથી પણ વધુની વાવેતરમાં ઘટાડો ચાલી રહ્યો છે. જો કે દક્ષિણ- પશ્ચિમ ચોમાસું હજુ કેટલાક રાજ્યોમાં સક્રિય હોવાથી જુલાઈ અંત સુધીમાં વાવણીમાં વધારો થવાની સંભાવના છે. ખરીફ પાકોની ખેતી માટે માટે હજુ દોઢેક માસનો સમય હોવાથી તેની ઉપર નજર છે. વાવેતર ઘટતાં ખાદ્ય ચીજોમાં આગામી સમયમાં મોંઘવારી વધવાની દહેશત છે. મસાલા ચીજોમાં ગત સપ્તાહમાં ઇલાયચી, ઘાણા, હળદર તેમજ તેલીબિયા તથા કઠોળ, ખાંડ જેવી ચીજોમાં પણ તેજીનો ધમધમાટ જોવા મળેલ છે.
મસાલામાં સૌથી વધુ વપરાશ ધરાવતા ધાણા તથા હળદરમાં તેજીનો નોન-સ્ટોપ છે. ધાણામાં રશિયાથી માલની આયાત છતાં બજાર ઉપર કોઈ મોટો ફેર દેખાતો નથી. ભાવો સતત વધી રહ્યા છે. ધાણાની ડિમાન્ડ સામે સપ્લાય નબળી છે. હજુ નવા માલને છ મહિના જેટલો સમય બાકી હોવાથી ભાવો આ વર્ષે નવો રેકોર્ડ બનાવશે તેમ છે. ધાણા ઉત્પાદિત ગુજરાત, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનથી ૬૦થી ૭૦ ટકા માલ બજારમાં આવી ચૂક્યો છે. ધાણાનો ગુજરાતમાં ૩૮થી ૪૦ લાખ બોરી, મધ્યપ્રદેશમાં ૪૩થી ૪૫ લાખ બોરી અને રાજસ્થાનમાં ૧૨થી ૧૩ લાખ બોરી આસપાસનું ઉત્પાદન થયું હોવાની ચર્ચા છે. વર્ષ ૨૦૨૩ બાદ ધાણાનું ઉત્પાદન અપેક્ષિત ભાવો નહિ મળવાને કારણે સતત તૂટયું છે. ઓછા ઉત્પાદન સામે માંગ વધવાથી આ વર્ષે ભાવો બમણાથી વધુ ઉછળ્યા છે. જો કે, આ વર્ષે ઉંચા ભાવોને કારણે આગામી સીઝનમાં ધાણાની ખેતીમાં ઓક્ટોબર- નવેમ્બર માસમાં નોંધપાત્ર ઉછાળાની શક્યતા છે. ધાણાનો વર્ષે દહાડે વપરાશ અને નિકાસ મળીને સરેરાશ લગભગ ૩૫થી ૩૬ કરોડ બોરી જરૂરિયાત સામે ચાલુ સીઝનમાં૯૪થી ૯૫ લાખ બોરીનું ઉત્પાદન અને વીસેક લાખ બોરી કેરી ફોરવર્ડ સ્ટોક છતાં પણ બેલેન્સના અભાવે સરવાળે તેજીયાર બજાર રહે તેમ છે. ઉંચા ભાવોને એપ્રિલ- ૨૦૨૬માં ધાણાની નિકાસ તૂટીને ૪૫૦૦ ટનની આસપાસ ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ હળદરની માહિતી આપતા કોમોડિટી કરંટના જાણકાર જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે, હળદર બજારમાં સતત ઉછાળાને પગલે બજારને કંટ્રોલ કરવા માટે ગત સપ્તાહમાં એક્સચેન્જ તરફથી વાયદા કારોબાર તથા ઓપ્શન કારોબારમાં અઢી ટકાનું વધારાનું માર્જીન ૧૫ જુલાઈથી લાદવામાં આવેલ છે. છેલ્લા એક મહિનામાં હળદરના ભાવોમાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો છે. જો કે, માર્જીન લાદવાથી ખરીદનાર વર્ગ કારોબારથી થોડોક સમય અળગો રહે તેમ છે. જો કે, હળદરમાં ફંડામેન્ટલ્સ મજબૂત હોવાથી લોન્ગ ટર્મમાં તેજીની સંભાવના વધુ છે.
સપ્તાહના અંતે પણ હળદરમાં ઓગસ્ટ તથા ઓક્ટોબર વાયદો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૧૭૦૦ની આસપાસ ઉંચા સ્તરે રહ્યો છે. તેજીનો સપાટો રહે તો મજબૂત ફંડામેન્ટલ્સને કારણે ભાવો ૨૨૫૦૦ સુધી ઉંચે જઈ શકે તેવી વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ છે હળદરમાં ડિમાન્ડ સતત વધી રહી છે એક્સપોર્ટ ડિમાન્ડ બજારને ભારે સપોર્ટ કરી રહી છે. એપ્રિલ- ૨૦૨૬માં હળદર નિકાસમાં વધારા સાથે પંદર હજાર ટન પાર થઈ છે. એકાદ વર્ષ પહેલાં ચીનની ડિમાન્ડ વર્ષે દહાડે માંડ નવથી દશ ટનની હતી જે હાલમાં ઉછળીને ૧૪૦૦ ટન પાર થઈ છે. સાથે સાથે સાઉદી અરબ, તુર્કી, બ્રાઝિલ તથા જાપાન જેવા દેશોની પણ ડિમાન્ડ સતત વધી રહી છે. જો કે, યુએઇ તથા યુએસએની શિપમેન્ટમાં ઘટાડો થયો છે પરંતુ ઓવરઓલ હળદરમાં તેજી સતત વધી રહે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
મસાલા ચીજ નોંધપાત્ર વપરાશ ધરાવતી ઇલાયચીની પણ આ વર્ષે નિકાસમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ભારતીય ઇલાયચીની ખુશ્બુ તથા ઉંચી ક્વોલિટી અને શુદ્ધતાને કારણે દુનિયાભરમાંથી માંગ ઉઠી છે.









