રખડતા કૂતરાઓનો ત્રાસ, ચાર મહિનામાં 25 લોકોને કરડયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના વાઘોડિયા રોડ પરની તુલસી સોસાયટીમાં રખડતા કૂતરાઓના આતંકથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.આ કૂતરાઓ છેલ્લા ચાર થી પાંચ મહિનામાં ૨૫ લોકોને કરડી ચૂકયા છે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી થઈ રહી નથી.
સોસાયટીના રહેવાસી નિલેશ દેસાઈએ કહ્યું હતું કે, રખડતા કૂતરાઓએ છેલ્લા ચાર મહિનાથી અમારી સોસાયટીને માથે લીધી છે.નાના બાળકોથી માંડી સિનિયર સિટિઝન અને સોસાયટીમાં આવતા ડિલિવરી બોયઝને પણ કૂતરાઓ કરડી ચૂકયા છે.છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વ્યક્તિઓ તેનો ભોગ બન્યા છે અને તેમાં દસ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે.તેમનું કહેવું છે કે, આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ રજૂઆત કરી છે.આમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.કોર્પોરેશનના અધિકારીઓ માત્ર આશ્વાસન આપી રહ્યા છે પણ કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી.આ સોસાયટીમાં નાના બાળકોના ટયુશન પણ ચાલે છે.જો કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો ગમે ત્યારે આ બાળકો કે તેમને લેવા મૂકવા આવતા વાલીઓને પણ કૂતરા કરડવાનું જોખમ રહેલું છે.









