Gujarat

રજાવળ અને હમીરપરા ડેમમાં 2 ઇંચ વરસાદ

By GS Team
19 Jul 20202 mins read
This article was originally published on 19 Jul 2020
રજાવળ અને હમીરપરા ડેમમાં 2 ઇંચ વરસાદ

ભાવનગર, તા. 19 જુલાઈ 2020, રવિવાર

ભાવનગર જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં આજે રવિવારે અડધાથી લઈ બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો તેથી સ્થાનીક લોકોને રાહત થઈ હતી પરંતુ અન્ય ડેમમાં વરસાદ પડયો નથી. આજે રંઘોળા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૃ હતી, જયારે અન્ય ડેમમાં પાણીની આવક બંધ હતી. હાલ હજુ મોટાભાગના ડેમ ખાલી હોય લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. 

આજે રવિવારે ભાવનગર જિલ્લાના ૬ ડેમમાં વરસાદ નોંધાયો હતો, જેમાં રજાવળ ડેમમાં પપ મીલીમીટર અને હમીરપરામાં ૪ર મીલીમીટર વરસાદ નોંધાયો હતો એટલે કે આ બંને ડેમમાં આશરે બે ઇંચ વરસાદ થયો હતો. ખારો ડેમમાં ર૦ મીલીમીટર એટલે કે એક ઇંચ આસપાસ વરસાદ પડયો હતો. આ ઉપરાંત પીંગળી ડેમમાં ૧૭, બગડમાં ૧પ અને શેત્રુંજી ડેમમાં ૧પ મીલીમીટર વરસાદ નોંધાયો હતો એટલે કે આ ત્રણેય ડેમમાં અડધો ઇંચ વરસાદ થયો હોવાનુ જાણવા મળેલ છે. રંઘોળા ડેમમાં ૧૭૧.૪૭ કયુસેક પાણીની આવક સાંજના સમયે શરૃ હતી તેથી ડેમમાં ધીમીધારે પાણીની આવક થઈ રહી હતી. 

ભાવનગર જિલ્લાના અન્ય ડેમમાં વરસાદ નોંધાયો ન હતો અને ડેમમાં પાણીની આવક પણ બંધ હતી. બોટાદ જિલ્લાના પણ ડેમમાં વરસાદ પડયો ન હતો અને પાણીની આવક થઈ ન હતી. મોટાભાગના ડેમ હજુ ખાલી જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂત સહિતના લોકો ધોધમાર વરસાદની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ ધોધમાર વરસાદ નહી પડતા ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ડેમ છલકાય જાય તેવો વરસાદ કયારે પડશે ? તેવી લોકો ચર્ચા જોવા મળી રહ્યા છે.