Bhavnagar

ગોહિલવાડમાં રક્ષાબંધન સહિત ત્રિવિધ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં શુક્રવારે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને શ્રાવણી બળેવની આસ્થાભેર ઉજવણી થઈ. બહેનોએ ભાઈઓના કાંડે રક્ષા બાંધી દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા. જુના બંદર અને ઘોઘા સહિતના દરિયાકાંઠાના સ્થળોએ શ્રદ્ધાળુઓએ દરિયાદેવને નાળિયેર અર્પણ કરી પૂર્વજો અને ઋષિમુનિઓને અર્ઘ્ય આપ્યું. માછીમારોએ બોટ પૂજન કરી વહાણવટાનો પ્રારંભ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોહિલવાડમાં રક્ષાબંધન સહિત ત્રિવિધ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

પૂર્વજો અને ઋષિમુનીઓને વિશેષ  અર્ધ્ય અપાયુ

જુના બંદર તેમજ દરિયાકાંઠાના સ્થળોએ પૂનમના પર્વે દરિયાદેવને નાળિયેર અર્પણ કરવા શ્રધ્ધાળુઓ ઉમટયા

ભાવનગર -  ભાઈ તેમજ બહેનના નિર્મળ અને પવિત્ર પ્રેમને અભિવ્યકત કરવાના અનેરા તહેવાર રક્ષાબંધન, નાળિયેરી પૂનમ તેમજ શ્રાવણી બળેવના ત્રિવિધ પર્વની શુક્રવારે પરંપરાગત રીતે વિધિવિધાનપૂર્વક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

રક્ષાબંધનના આજના આ લોકપર્વે બહેનોએ પોતાના લાડકવાયા ભાઈના કાંડે હેતપૂર્વક રક્ષારૃપી કવચ બાંધી ભૈયાને અને તેના પરિવારને આયુષ્યમાન બને તેવા આર્શિવાદ આપ્યા હતા. આજના પર્વને લઈને સ્થાનિક મહિલા મંડળ દ્વારા પોલીસમથક, જિલ્લા જેલ સહિતના અનેક સ્થળોએ રક્ષાબંધનના સામુહિક કાર્યક્રમો પણ યોજાયા હતા. શહેરના જુના બંદર ખાતે તેમજ ઘોઘા સહિતના દરિયાકાંઠાના સ્થળોએ યોજાયેલા ભાતીગળ લોકમેળામાં સમુદ્રમાં નાળિયેર અર્પણ કરવા માટે બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે ઉમટી પડયા હતા. ભાવિકો દ્વારા પૂર્વજો અને ઋષિમુનિઓને વિશેષ અર્ધ્ય અપાયુ હતુ. માછમારીઓના પરિવારો દ્વારા દરિયાદેવનું તેમજ બોટનું વિધિવત પૂજન કરી ધંધા રોજગાર અર્થે લંગર ખેંચીને વહાણવટાનો પ્રારંભ કરાયો હતો. આ સાથે જીવદયાની પ્રવૃતિઆ ઉપરાંત ઓ પણ હાથ ધરાઈ હતી. આજના તહેવાર નિમીત્તે કાજુકતરી સહિતની મીક્ષ મીઠાઈઓનું ધૂમ વેચાણ થયુ હતુ અને લોકો લાખો રૃપીયાનું ઉંધીયુ ઝાપટી ગયા હતા.