યુનિવર્સિટીમાં ભજવાયેલ 'ભારતનો લાડકવાયો દીન દયાળ' નાટકે જગાવ્યો રાષ્ટ્ર ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વંદે માતરમ્ રાષ્ટ્રીય વંદના થીમ અંતર્ગત
સપ્તાહના ચોથા દિવસે કવિ સંમેલનમાં ૯૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ ગવિતાનો આસ્વાદ લીધો
ભાવનગર - યુવા પેઢી અને સમાજમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રહિત, માનવતા, સેવા સંસ્કાર અને આધ્યાત્મ ગુણો વિકસાવવા વંદે માતરમ રાષ્ટ્રીય વંદના સપ્તાહના ત્રીજા દિવસે ભારતનો લાડકવાયો દીન દયાળ નાટયની અદ્દભુત પ્રસ્તુતી કરાઇ હતી સાથે આજે શ્રેષ્ઠ કવિઓ દ્વારા ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓને કવિતાઓથી રસતરબોળ કર્યાં હતાં.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગુજરાત સરકાર, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે તા.૯ ઓગષ્ટ, ૨૦૨૬ થી તા. ૧૫ ઓગષ્ટ, ૨૦૨૬ દરમિયાન આયોજિત 'વંદે માતરમ્ રાષ્ટ્રીય વંદના' થીમ હેઠળના કાર્યક્રમ અંતર્ગતના તૃતીય દીવસે તા. ૧૧ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ યુનિવસટીના અટલ ઓડીટોરીયમ ખાતે 'ભારતનો લાડકવાયો દીનદયાલ' નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકની પ્રસ્તૃતિ મુંબઈની ટીમ વીરા એન્ટરટેઇન્મેન્ટ મુંબઈ દ્વારા કરવામાં આવી હતી. 'ભારતનો લાડકવાયો દીનદયાલ' નાટક દ્વારા દીનદયાલજીના જન્મથી લઈને જીવનના અંતિમ પ્રસંગ સુધીની જીવનયાત્રાને અસરકારક અને સચોટ રીતે રજૂ કરવામાં આવી હતી તેમજ દીનદયાલજીના જીવન અને વિચારો સાથે સંકળાયેલા મહાનુભાવોની ગૌરવપૂર્ણ પ્રસ્તૃતિ પણ થઈ હતી. દીનદયાલ ઉપાધ્યાયજીના જીવનમાં રહેલી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, માનવતાવાદી અભિગમ, સમાજ પ્રત્યેની સંવેદના, સેવા ભાવના તથા અધ્યાત્મ પ્રત્યેની શ્રદ્ધાને નાટયરૃપે જીવંત કરવામાં આવી હતી. જ્યારે આજે બીજા દિવસે રાષ્ટ્રવંદના સપ્તાહની ઉજવણીના ચોથા દિવસે ગુજરાતી ભાષા અને કવિતાના દિગ્ગજ કવિઓનું કવિસંમેલન યોજવામાં આવેલ હતું. જેમાં આ પ્રસંગે ગુજરાતી કવિતાના શ્રે કવિઓ ડા. રઈશ મનીઆર, પ્રણવ પંડયા, અનિલ ચાવડા અને ભાર્ગવ ઠાકરે લગભગ નવસોથી વધુ વિદ્યાર્થીઓ અને આમંત્રિતોને પોતાની કવિતાઓથી રસતરબોળ કર્યાં હતા.









