VIDEO| સુરેન્દ્રનગર: તરણેતરના મેળામાં ભાવનગરની 'ભીલી' ભેંસનો ડંકો, મેળામાં જીતી 50,000 રૂપિયા! ₹10 લાખમાં વેચવાનો માલિકનો ઈનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tarnetar Mela Jafrabadi Buffalo 'Bhili' Win Prize: વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં યોજાયેલી પશુપ્રદર્શન સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની જાફરાબાદી ભેંસે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને આકર્ષણનું કેન્દ્ર બની છે. તળાજા તાલુકાના ધારડી ગામના પશુપાલક ખાટાભાઈ બારૈયાની 2 વર્ષ અને 9 મહિનાની 'ભીલી' નામની જાફરાબાદી ભેંસને રાજ્ય કક્ષાએ પ્રથમ ઇનામ મળતાં પશુપાલકો અને ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે.
શારીરિક બનાવટ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા
તરણેતરના મેળા દરમિયાન યોજાયેલી પશુ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ઉત્કૃષ્ટ ઓલાદના પશુઓ લાવવામાં આવ્યા હતા. જેમાં ખાટાભાઈની ‘ભીલી’ ભેંસની શારીરિક બનાવાટ, શુદ્ધ જાફરાબાદી લક્ષણો અને ચમક જોઈને નિર્ણાયકો દંગ રહી ગયા હતા. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ બદલ રાજ્ય સરકાર દ્વારા પશુપાલક ખાટાભાઈ બારૈયાને ₹50,000 નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
₹9,99,999 ની બમ્પર ઓફર પણ ફગાવી
આ ઘટનામાં સૌથી વધુ રસપ્રદ બાબત એ સામે આવી હતી કે સ્પર્ધા દરમિયાન જ આ ‘ભીલી’ ભેંસની સુંદરતા અને ઓલાદ જોઈને એક ખરીદદારે તેને ખરીદવા માટે ₹9,99,999 (અંદાજે ૧૦ લાખ રૂપિયા) રોકડા આપવાની ઓફર કરી હતી. પરંતુ પશુપાલક ખાટાભાઈએ પોતાના પશુ પ્રત્યેના અગાધ પ્રેમ અને મમતાને કારણે આટલી મોટી રકમની ઓફર હોવા છતાં વેચવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
હાલ સમગ્ર ગુજરાતમાં પશુપાલકની આ હિંમત અને પશુ પ્રેમની સાથે ‘ભીલી’ ભેંસની સિદ્ધિની ભારે પ્રશંસા થઈ રહી છે.




