Bhavnagar

શંકાશીલ પતિએ પત્નીને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના ગોકુલધામ સોસાયટી (પ્રધાનમંત્રી આવાસ યોજના) ખાતે 23 વર્ષીય હેતલબેન ડોડિયાને તેમના પતિ મયુર ઘનશ્યામભાઈ ડોડિયાએ ચારિત્ર્ય પર શંકા રાખી માર માર્યો હતો. ગંભીર ઇજાઓ થતાં હેતલબેનને સર ટી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ કરાયા છે. ઘોઘારોડ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શંકાશીલ પતિએ પત્નીને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી માર મારતા પરિણીતા સર ટી.હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભાવનગર - ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગોકુલધામ સોસાયટી (પ્રધાનમંત્રી આવાસ યોજના) ખાતે શંકાના વહેમમાં પતિએ પોતાની જ પત્ની પર જાનલેવા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મળતી વિગતો અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ૨૩ વર્ષિય હેતલબેન ડોડિયાએ પોતાના પતિ મયુર ઘનશ્યામભાઈ ડોડિયા સામે ફરિયાદ નોંધાવી છે. તા.૧૭ જુલાઈ ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે બે વાગ્યે, પતિ મયુરએ અડોશ-પડોશમાં રહેતા એક યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી હેતલબેન સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન પતિએ ઉશ્કેરાઈને હેતલબેનને ઢીકાપાટુનો ઢોરમાર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ મહિલાએ પોતાના બનેવીને ફોન કરી જાણ કરતા તેઓ પિયર લઈ ગયા હતા. શરીરે ગંભીર ઈજાઓ અને ચકામા પડી જતાં તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે હેતલબેનને પતિ સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.