Bhavnagar

જેતલસર જંક્શન સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર રેલવે મંડળે જેતલસર જંક્શન પર મુસાફરો માટે આધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ શરૂ કરી છે. 8 જુલાઈએ DRM દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ સિસ્ટમ ટ્રેનોના આગમન-પ્રસ્થાન, પ્લેટફોર્મ અને કોચની સ્થિતિની રીઅલ-ટાઇમ માહિતી આપશે. આ ડિજિટલ પહેલથી મુસાફરોની યાત્રા વધુ સરળ અને સુવિધાજનક બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેતલસર જંક્શન સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત

મુસાફરોને મળશે રિયલ ટાઈમ રેલવે માહિતી

ડિજિટલ સ્માર્ટ સ્ટેશન તરફ ભાવનગર મંડળનું મહત્વનું કદમ

ભાવનગર -  પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની સુવિધા માટે જેતલસર જંક્શન રેલવે સ્ટેશન પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આ સિસ્ટમ ૮ જુલાઈના રોજ મુસાફરોની સેવામાં સમપત કરાઈ છે. વરિ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ નવી પ્રણાલી ટ્રેનોના આગમન-પ્રસ્થાન, પ્લેટફોર્મ નંબર અને કોચ પોઝિશન જેવી માહિતી રિયલ ટાઈમમાં પ્રદશત કરશે.મુખ્ય સુવિધાઓમાં કોચ ગાઇડન્સ અને સ્ટેશન લાર્જ ડિસ્પ્લે બોર્ડ, ટ્રેન નંબર, કોચ પોઝિશન અને સમયની ચોક્કસ માહિતી મળશે. એન્જિનના સંદર્ભમાં કોચની સ્થિતિ જાણી શકાશે.સ્વચાલિત અને મેન્યુઅલ જાહેરાતો દ્વારા સ્પષ્ટ માહિતી પહોંચાડવામાં આવશે.આ ડિજિટલ પહેલથી સ્ટેશનની માહિતી વ્યવસ્થા વધુ સ્માર્ટ અને અસરકારક બનશે, જેનાથી મુસાફરોની રેલવે યાત્રા વધુ સરળ, સુવિધાજનક અને નિવઘ્ન બનશે.