રાજ્ય સરકારના પેન્શરોને વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવા તાકીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખરાઈ કરાવવાની અંતિમ તા. ૩૧ જુલાઈ, ઓનલાઈન હયાતી પણ કરાવી શકાશે
ભાવનગર - રાજ્ય સરકારનાં પેન્શનરો માટે વર્ષ ૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતિની ખરાઈ કરાવવાનું કાર્ય હાલ શરૃ છે. જે આગામી તા. ૩૧-૭ સુધી શરૃ રહેશે. જે દરમિયાન ખરાઈ ન કરાવવાનું પેન્શન આગસ્ટથી સ્થગિત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાનાં આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ તેમજ અન્ય સ્કીમ હેઠળ પેન્શન મેળવતા તમામ રાજ્ય સરકારનાં પેન્શરનો વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૧-૫થી ૩૧-૭ દરમિયાન કરાવવાની રહેશે. નિયત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ ન કરાવનાર પેન્શરોનું ઓગસ્ટ ૨૦૨૬થી પેન્સનનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.
હયાતીની ખરાઈ માટે પેન્શનર પોતાની પેન્શન ખાતુ ધરાવતી બેંક શાખામાં રૃબરૃ જઈ નિયત ફોર્મ ભરીને હયાતીની ખરાઈ કરાવી શકે છે. ગુજરાત સરકાર અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલ સમજુતી અનુસાર પેન્શનર પોસ્ટ ઓફિસનાં અધિકૃત કર્મચારી દ્વારા ઘરબેઠા જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા બાયોમેટ્રિક આધારે ઓનલાઈન હયાતી કરાવી શકે છે. પેન્શનર પોતે નિયત વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા આધાર બેઝડ ફેસ ઓથેન્ટિકેશન ફિંગરપ્રિન્ટ દ્વારા ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઈ કરી શકે છે.




