Bhavnagar

ગારિયાધારમાં મોબાઈલની દુકાનમાં તસ્કરે ખાતર પાડયું

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના ગારિયાધારમાં પચ્છેગામ રોડ પર આવેલી 'ધ ફોન ઝોન' નામની મોબાઈલ દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરો 24 મોબાઈલ ફોન, રોકડા ₹18,500, CCTV DVR અને ઈન્ટરનેટ રાઉટર સહિત કુલ ₹6.28 લાખની મત્તા ચોરી ફરાર થયા છે. દુકાનના ભાગીદાર કલ્પેશભાઈ મીઠાપરાએ ગારિયાધાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગારિયાધારમાં મોબાઈલની દુકાનમાં તસ્કરે ખાતર પાડયું

રૃા.૬.૨૮ લાખના મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ

ચોર મોબાઈલ, રોકડ ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર, ઈન્ટરનેટ રાઉટર પણ ઉઠાવી ગયા

ભાવનગર -  ગારિયાધારના પચ્છેગામ રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં તસ્કરે ખાતર પાડી, દુકાનમાંથી મોબાઈલ, રોકડ, સીસીટીવીનું ડીવીઆર અને ઈન્ટરનેટનું રાઉટર મળી કુલ રૃા.૬.૨૮ લાખના મત્તાની ચોરી કરી ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગારિયાધારના પચ્છેગામ રોડ પર આવેલી ધ ફોન ઝોન નામની મોબાઈલ ફોન તથા એસેસરિઝની દુકાનમાં ગત તા.૧૫-૭ની રાત્રિના ૮થી ૧૬-૭ના સવારના ૮.૩૦ કલાકના સમયગાળામાં અજાણ્યા ચોરે પ્રવેશી દુકાનમાં રાખેલા અલગ-અલગ કંપનીના રૃા.પાંચ લાખથી વધારેની કિંમતના ૨૪ મોબાઈલ ફોન, રોકડા રૃા.૧૮,૫૦૦, સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને ઈન્ટરનેટનું રાઉટર મળી કુલ રૃા.૬,૨૮,૩૩૨ની મત્તાની ચોરી કરી ગયો હતો. જે ચોરી મામલે મોબાઈલની દુકાનના ભાગીદારોને જાણ થતાં કલ્પેશભાઈ કલ્યાણભાઈ મીઠાપરા (રહે.કાનિયાડ, તા.જી.બોટાદ)એ ગારિયાધાર પોલીસ મથકમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.