કેશવપાર્કમાં ચાલતા જુગારના અખાડા પર ત્રાટકી પોલીસ, ૯ જુગારીઓ રૃા.૧.૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ એલસીબીનો મોડી રાત્રે દરોડા
ખાનગી મકાનમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી જુગાર રમાડતો હતો
ભાવનગર - બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવપાર્ક (બ) વિસ્તારમાં એલસીબી પોલીસે મોડી રાત્રે દરોડો પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોતાના અંગત ફાયદા માટે મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૯ ઈસમોને પોલીસે રોકડા રૃપિયા ૧,૫૬ લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા છે.
મળતી વિગતો અનુસાર, બોટાદ એલસીબી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, બોટાદના કેશવપાર્કમાં આવેલ ઉદેશભાઈ ઉર્ફે ઉદય જસમતભાઈ મકવાણાના કબજા ભોગવટાના મકાનમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા કલમ-૬ મુજબનું ખાસ વોરંટ મેળવીને એલસીબી ટીમ દ્વારા મોડી રાત્રે અંદાજે ૧થ૪૫ વાગ્યે દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન મકાનના રૃમમાં ગોળ કુંડાળું વળીને ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ૯ ઈસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી નાળના રોકડા રૃ. ૫,૦૦૦ તથા જુગારીઓ પાસેથી મળેલ રોકડ રકમ મળી કુલ રૃ. ૧,૫૬,૯૭૦ અને ગંજીપાના કબ્જે કર્યા છે.પોલીસે સ્થળ પરથી ઉદેશ ઉર્ફે ઉદય જસમતભાઈ મકવાણા (મકાન માલિક/સૂત્રધાર, રહે. વાવડી),પંકજ ભરતભાઈ જીડીયા (રહે. ટાટમ),ઉદેશ વલ્લભભાઈ જીડીયા (રહે. બોટાદ),મહેશ ડાયાભાઈ જીડીયા (રહે. ટાટમ),દિનેશ લીંબાભાઇ જીડીયા (રહે. ટાટમ),દિનેશ ધીરૃભાઇ મકવાણા (રહે. બોટાદ),મુકેશ ગીરધરભાઈ જીડીયા (રહે. ટાટમ),રાહુલ બાબભાઇ દુમાદીયા (રહે. બોટાદ),અમિત જેઠાભાઇ જીડીયા (રહે. ટાટમ) બોટાદ એલસીબી પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




