બોટાદ શહેરમાં પોલીસ કર્મચારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુખ્ય આરોપી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો સામે ગુનો દાખલ
ખસ ટી-પોઈન્ટ પર કાયદો-વ્યવસ્થાની કામગીરી દરમિયાન બનેલી ઘટના, બોટાદ પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી
ભાવનગર - બોટાદ શહેરના ખસ ટી-પોઈન્ટ નજીક જાહેર રોડ પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારી પર હુમલો કરી સરકારી ફરજમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે બોટાદ પોલીસ સ્ટેશનમાં મુખ્યા આરોપી તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લાની સ્ટ્રાઈકિંગ ટીમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સુનીલભાઈ વાલજીભાઈ પરમારે આ બનાવ અંગે બોટાદ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરના સમયે સુનીલભાઈ અને તેમની ટીમ ખસ ટી-પોઈન્ટ પાસે કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં તૈનાત હતા.દરમિયાન, બોટાદના પાંચપડા વિસ્તારમાં રહેતા રાહુલ વિઠ્ઠલભાઈ વાજા નામના શખ્સે જાહેર રોડ પર પોલીસ કર્મચારી સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ઝપાઝપી કરી સરકારી કામગીરીમાં રુકાવટ ઊભી કરી હતી.આ ઘટનામાં માત્ર સ્થળ પર હુમલો કરનાર આરોપી જ નહીં, પરંતુ બનાવને લગતા ગુનાહિત કૃત્ય અને ઉશ્કેરણીજનક બાબતો પ્રસારિત કરવા બદલ સોશિયલ મીડિયા એકાઉન્ટ ધારકો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. વાજા રમેશજીજેત્રણત્રણ અને ડીઆર વાજા નામના એકાઉન્ટ ધારકો વિરુદ્ધ પણ નામજોગ તેમજ આઈડી આધારે ગુનો દાખલ કર્યો છે.બોટાદ પોલીસે આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૬, ૩૫૩(૧), ૨૨૧, ૨૨૪, ૩૫૧(૨), ૧૩૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ અને ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઈન્સપેક્ટર પ્રવિણકુમાર અમરાભાઇ પરમારને સોંપવામાં આવી છે. જાહેર રોડ પર પોલીસ પર હુમલો કરનારા અને સોશિયલ મીડિયામાં કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાફડાટ વ્યાપી ગયો છે.




