Bhavnagar

ભાવનગર-ઉમરાળા બસની અનિયમીતતાથી મુસાફરો પરેશાન

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
ઉમરાળા પંથકના પ્રવાસીઓની સુવિધા માટે ભાવનગરથી ઉમરાળા આવતી ST બસ લાંબા સમયથી અનિયમિત છે. સવારે 9:30 વાગ્યે ઉપડતી આ બસ વારંવાર રદ થતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે. આથી, ST તંત્ર દ્વારા બસ નિયમિત ચલાવવા અને વધારાની ટ્રીપ શરૂ કરવા ડિવિઝનલ કન્ટ્રોલરને પત્ર પાઠવાઈ માંગ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર-ઉમરાળા બસની અનિયમીતતાથી મુસાફરો પરેશાન

ડીવીઝનલ કન્ટ્રોલરને પત્ર પાઠવાયો

એસ.ટી.તંત્ર દ્વારા ઉમરાળા પંથકના પ્રવાસીઓની સુવિધા અર્થે વધારાની બસ સેવા શરૃ કરવા માંગ

ઉમરાળા -  ભાવનગરથી દરરોજ સવારે ઉમરાળાનો ફેરો કરતી એસ.ટી.બસ લાંબા સમયથી અનિયમિત હોય મુસાફરોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. એસ. ટી.તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે આ બસ નિયમિત ચલાવવા અને વધારાની બસ ટ્રીપ પણ શરૃ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

ભાવનગરથી દરરોજ સવારે ૯-૩૦ કલાકે આ બસ ઉપડીને ઉમરાળા આવીને તરત ભાવનગર જવા ઉપડે છે એ રીતે તેનો સમય ગોઠવાયેલો છે, પણ એ સમયનું પાલન થતું નથી.આ બસફેરો છાશવારે રદ્દ થાય છે.કોલેજમાં અભ્યાસ માટે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત કર્મચારીઓ,વેપારીઓ તેમજ આમજનતા માટે આ બસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે,સવારે ૯-૩૦ના આ ફેરા પછી ઉમરાળાથી ભાવનગર જવા છેક બપોરે બે સુધી કોઈ બસ મળતી નથી અને બપોરની એ બસ પણ આઉટ ડેપોની હોય નિયમિત નથી.તાલુકા મથક ઉમરાળા અને આસપાસના ગામોના લોકો આ બસની અનિયમિતતાથી ખૂબ પરેશાન થાય છે.લોકોની તકલીફના હલ માટે અનિયમિત બસનું નિયમિત સંચાલન કરવા અને લોકોની જિલ્લા મથકે અવર-જવરની વધેલી જરૃરિયાતને લક્ષમાં લઈ વધારાની બસ સેવા શરૃ કરવા માંગ કરતો પત્ર ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલરને ૫ાઠવાયો છે.