તળાજાના એક હજાર શ્રધ્ધાળુનું ચોટીલાની પદયાત્રા માટે પ્રયાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પંથકમાંથી વિવિધ સંઘો ડી.જે.ના તાલ રવાના થયા, પ્રથમ નોરતે આરતીના દર્શન કરશે
રસ્તામાં માંઈભક્તોને રહેવા-જમવા સહિતની નિઃશુલ્ક સેવા પૂરી પડાશે
તળાજા - તળાજા શહેર અને તાલુકામાંથી એક હજારથી વધુ માંઈભક્તો ચોટીલા પદયાત્રા માટે જવા રવાના થયા છે. આ તમામ શ્રધ્ધાળુઓ પ્રથમ નોરતે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે આરતીના દર્શન કરી ધન્યતા અનુભવશે.
તળાજા પંથકમાંથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉગતાપોરના મેલડી માતા, દિનદયાળનગર, ગોરખી દરવાજા, સરતાનપર, ગોરખી અને અન્ય ગામોમાં ચોટીલાની પદયાત્રાનું આયોજન કરાયું છે. ચામુંડા મિત્ર મંડળ સહિતના સંઘો દ્વારા આયોજીત ચોટીલા પદયાત્રામાં આશરે એક હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાયા છે. વહેલી સવારે ડી.જે.ના તાલ સાથે પદયાત્રા સંઘોએ પ્રયાણ કર્યું હતું. પદયાત્રા દરમિયાન રસ્તામાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. તો માંઈભક્તો માટે સેવક સમુદાયો દ્વારા વિનામૂલ્યે રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તાની નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત દરેક સંઘ પણ પોતાની સાથે રસોડું લઈ જાય છે. પદયાત્રિકો નવરાત્રિની આરંભની પરોઢે ચામુંડા માતાજીના દર્શન-આરતીનો લાભ લેશે. અહીં તળાજાની પ્રથમ ધ્વજા પણ ચઢશે. કેટલાક પદયાત્રિકો દડતા-દડતા પણ ચોટીલાનો ડુંગર ચડશે.




