Bhavnagar

બોરડીગેટ વિસ્તારના બે મકાનમા નવ શખ્સે તોડફોડ, મારમારી કરી

By GS Team
19 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં દારૂની બાતમી આપ્યાની ખોટી શંકા રાખી 9 શખ્સોએ બોરડીગેટ વિસ્તારના બે મકાનોમાં તોડફોડ કરી હતી. જેલમાંથી છૂટેલા રાહુલે અન્ય 8 શખ્સો સાથે મળી વિમલભાઈના ઘરે હુમલો કર્યો. તેઓએ 1 લાખનું નુકસાન કરી ધમકી આપી હતી. ઘોઘારોડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોરડીગેટ વિસ્તારના બે મકાનમા નવ શખ્સે તોડફોડ, મારમારી કરી

દારૃની બાતમી આપી હોવાની ખોટી શંકા રાખી

જેલમાંથી છૂટયા બાદ શખ્સે અન્ય શખ્સો સાથે મળી બે મકાનમાં તોડફોડ કરી, ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર -  દારૃની બાતમી આપ્યાની ખોટી શંકાએ શહેરના બોરડીગેટ વિસ્તારના બે મકાનોમાં નવ શખ્સે મારામારી અને તોડફોડ કરી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ ઘોઘારોડ પોલીસ મથકમાં નોંધાઈ છે.

શહેરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા બીજલભાઈ રાણાભાઈ પડાયાએ ઘોઘારોડ પોલીસ મથકમાં રાહુલ ઉર્ફે ચીની જયેશભાઈ મારું, અનુ નરેશ પરમાર, રાજુ ધીરજ ડોડિયા, રોહન શીરીષભાઈ, જીતુ જસાભાઈ સોઢા, વિવેક અશોક મકવાણા, દયાવર ઉર્ફે સંજય ઉર્ફે લેપટો હમીર પરમાર, જીગર નરેશ સોલંકી અને દર્શન મુકેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત રાહુલ ઉર્ફે ચીની થોડા સમય પહેલા કોળીયાકમાં ઈંગ્લિશ દારૃના કેસમાં પકડાયેલો હતો જેમાં તે પાંચ છ દિવસ પહેલા જ જેલમાંથી છૂટયો હતો અને આ દારૃના કેસમાં તેમના ઘરની નજીક રહેતા વિમલભાઈ ઉર્ફે કેતન લલીતભાઈ સોલંકીએ તેમજ તેમના પૌત્ર સુરજે બાતમી આપેલ હોવાની ખોટી શંકા રાખીને ઉક્ત લોકો તેમના ઘરથી થોડે દુર બોટાદીયાવાસમાં રહેતા વિમલ ઉર્ફે કેતનના ઘરે જઈ તોડફોડ મારામારી કર્યાં બાદ તેમના ઘરે બોટલો તથા પથ્થરો સાથે આવી તેમના ઘરના બારી બારણાં, બાથરૃમના દરવાજા, વોશિંગ મશીન તેમજ પાણીના ટાંકો, ઈલેક્ટ્રિક મીટર અને સ્કુટરને રૃા.૧ લાખનું નુકસાન કરી મારામારી કરી ધમકી આપી હતી. આ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધ્યો છે.