Bhavnagar

બેકાબૂ બસ ફૂટપાથ પર ચડી જતાં રામધરી ગામના માતા-પુત્રીનું કચડાવાથી કરૃણ મોત

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિહોરના રામધરી ગામનો પરિવાર વાસણ ખરીદવા આવ્યો હતો. એસટી બસે કાબૂ ગુમાવી ભરુચા ક્લબની દીવાલ તોડી ફૂટપાથ પર ઉભેલા પરિવારને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં લલિતાબેન પરમાર (28) અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેકાબૂ બસ ફૂટપાથ પર ચડી જતાં રામધરી ગામના માતા-પુત્રીનું કચડાવાથી કરૃણ મોત

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર ગમખ્વાર અકસ્માત

વાસણની ખરીદી કરવા આવેલા પરિવાર પર કાળ ભમ્યો, દીવાલ તોડી બસે મહિલા અને ૭ વર્ષની માસૂમ બાળકીને કચડી નાખ્યા

ભાવનગર -  સિહોર તાલુકાના રામધરી ગામે રહેતો પરિવાર રંઘોળાથી ખાસ વાસણની ખરીદી કરવા માટે ભાવનગર આવ્યો હતો. ખરીદી અર્થે આવેલા પરિવાર એસટી બસ સ્ટેન્ડની સામે ભરૃચા ક્લબની દીવાલની ફૂટપાથ ઉપર ઊભો હતો.તેવામાં કાળ બનીને આવી રહેલી એસટી બસે પરિવાર ને અડફેટે લઈ દિવાલ તોડી પાડી હતી.આ અકસ્માતમાં માતા - પુત્રીના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ બહાર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિહોર તાલુકાના રામધરી ગામે રહેતો પરિવાર રંઘોળાથી ખાસ વાસણની ખરીદી કરવા માટે ભાવનગર આવ્યો હતો. ખરીદી અર્થે આવેલા આ પરિવાર માટે આ પ્રવાસ આખરી સાબિત થયો હતો.

ઘટનાની મળતી માહિતી મુજબ, પરિવાર એસટી બસ સ્ટેન્ડની સામે ભરૃચા ક્લબની દીવાલ પાસે ઊભો હતો. તેવામાં એસટી બસ પોતાના નિયત રૃટ પર જવા માટે બહાર નીકળી હતી. દરમિયાન અચાનક ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતાં, બેકાબૂ બનેલી બસ સીધી ફૂટપાથ પર ધસી આવી હતી અને ઊભેલા પરિવારને અડફેટે લઈ ક્લબની દીવાલ સાથે તોડી પાડી હતી.આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે રામધરી ગામના ૨૮ વર્ષીય લલિતાબેન પરમાર અને તેમની ૭ વર્ષની માસૂમ પુત્રી સોનિયાબેન પરમારનું ઘટનાસ્થળે જ બસ નીચે કચડાઈ જવાથી કરૃણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, મધુબેન લાલજીભાઈ વાઘેલા નામના અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સમગ્ર કાળજું કંપાવી દેનારી આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપી ડ્રાઇવર વિરૃદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.