Bhavnagar

જૂની પેન્શન યોજના હેઠળ વાંધા રજૂ કરી ઘણા કેસો પેન્ડીંગ કે પરત મોકલાયા

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં શૈક્ષિક મહાસંઘે 1-4-2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ કરી છે. એનઓસી, ફાઝલ સમયગાળો અને વહેલી નિમણૂકના પ્રશ્નોને કારણે ઘણા શિક્ષકોને આ યોજનાથી વંચિત રખાયા છે. સંચાલક અને કચેરીની સીધી જવાબદારી હોવા છતાં શિક્ષકોને ભોગવવું પડે છે. મહાસંઘે વ્યવહારુ અભિગમ અપનાવી ન્યાયી નિર્ણય કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂની પેન્શન યોજના હેઠળ વાંધા રજૂ કરી ઘણા કેસો પેન્ડીંગ કે પરત મોકલાયા

વ્યવહારૃ અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય કરવા શૈક્ષિક મહાસંઘની માંગ

એનઓસી, ફાઝલનો સમયગાળો, વ્હેલી નિમણૂકના પ્રશ્ન વગેરે અંગે સંચાલક અને કચેરીની સીધી જવાબદારી છતાં ભોગવવાનું શિક્ષકને

ભાવનગર -  જૂની પેન્શન યોજનાનો લાભ ૧-૪-૨૦૦૫ પહેલાના શિક્ષક-આચાર્યોને આપવાનું ઠરાવાયું ચે. ત્યારે ગ્રાન્ટેડ હાઇસ્કૂલોના ઘણા શિક્ષકોને વિવિધ વાંધાઓને લઇ આ યોજનાથી અળગા રખાયા છે ત્યારે શૈક્ષિક મહાસંઘે એનઓસી, ફાઝલ, ફરજ પર વહેલા હાજર થવા સહિતના પ્રશ્નોનું ન્યાય સંગત-વ્યવહારૃ અભિગમ દ્વારા યોગ્ય નિર્ણય કરવા માંગણી કરાઇ છે.

ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને આચાર્યોના જૂની પેન્શન યોજના હેઠળના અનેક કેસો હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી સમિતિ સમક્ષ વિચારાધીન છે. અને કેટલાક કેસો મંજૂર કરવાને બદલે કેટલાક વાંધાઓ આગળ ધરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને પરત મોકલવામાં આવ્યા છે જ્યારે એનઓસીના મુદ્દે અગાઉ તમામ ગ્રાન્ટેડ સંસ્થાઓ જિલ્લા શિક્ષણ અધિકારીની એનઓસી મેળવીને જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતી હતી. જો આજે કોઇ કારણસર સંસ્થા પાસે એનઓસીની નકલ ઉપલબ્ધ ન હોય, તો તેની ઓફિસ કોપી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ઉપલબ્ધ હોઇ શકે છે. અને તેજ જવાબદાર છે. એનઓસી ન હોવાના વાંકે પેન્શન યોજનાનો લાભ નકારવાને બદલે ઉપલબ્ધ સાધનિક પુરાવાઓના આધારે દરખાસ્ત મંજૂર કરી શકાય. જ્યારે ગુમ થયેલ એનઓસીમાં શિક્ષક કે આચાર્યની કોઇ સીધી ભૂમિકા હોતી નથી. ઘણા કિસ્સાઓમાં વિષય શિક્ષકની પસંદગી પૂર્ણ થઇ જતાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તેવા સદુદ્દેશથી સંચાલક મંડળ દ્વારા ઉમેદવારને ફરજ પર હાજર કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ વર્ષો સુધી તેમની સેવા નિયમિત રીતે સ્વીકારવામાં આવી, પગાર મંજૂર થયો, કાયમી બહાલી આપવામાં આવી અને કોઇ પ્રકારની વાંધાજનક નોંધ પણ લેવામાં આવી નથી. આવા સંજોગોમાં દાયકાઓ પછી માત્ર બહાલીના સમયક્રમના આધારે વાંધો ઉઠાવી જૂની પેન્શન યોજનાનો લાભ નકારવો ન્યાયસંગત નથી. આ ઉપરાંત કર્મચારીની કાયમી બહાલી ઉપલબ્ધ નથી અથવા કાયમી બહાલીમાં અપુરતી વિગતો છે. તો તેના માટે ઉમેદવારની ભૂમિકા હોતી નથી. જો કર્મચારીની પ્રથમ નિયમિત નિમણૂક તા.૧-૪-૨૦૦૫ પહેલા થયેલી હોય, તો બાદમાં થયેલી ફાજલની કાર્યવાહી અથવા પુનઃસ્થાપન વ્ચચેનો સમયગાળો તેની જૂની પેન્શન યોજનાની પાત્રતાને અસર કરતો ગણવો જોઇએ નહીં તેથી આવા તમામ કિસ્સાઓમાં નિમણૂકની મૂળ તારીખને આધાર માની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવે. આમ ઉપલબ્ધ સેવા રેકોર્ડ, પગાર મંજૂરી, ઓડિટ નોંધો અને અન્ય સાધનિક પુરાવાઓના આધારે દરખાસ્તોને સંવેદનશીલ અને ન્યાયસંગત રીતે મંજૂર કરવા માંગણી કરાઇ છે.