રાજપરા ખોડીયાર ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિહોર પોલીસ મથકમાં શખ્સ વિરૃધ્ધ ગુનો દાખલ
એસઓજી પોલીસે રૃા.૫ હજારની કિંમતનું હથિયાર કબ્જે કર્યું
સિહોર - ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી.પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર ચોકડી પાસેથી શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
એસઓજી પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રાજપરા ખોડીયાર ચોકડી પાસે એક ઈસમ પિસ્ટલ સાથે ઊભો છે. જે બાતમીના આધારે ઘટનાસ્થળે રેઇડ કરી હતી. ત્યાં ઊભેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રાહુલ ઉર્ફે રહીશ કિશોરભાઇ ચૌહાણ (ઉં.વ. ૩૦, રહે. સુભાષનગર, ભાવનગર) હોવાનું જણાવ્યું હતું.તપાસ દરમિયાન શખ્સના પેન્ટના નેફામાંથી લોખંડની દેશી બનાવટની ચાલુ હાલતની પિસ્ટલ મળી આવી હતી. પોલીસે રાહુલ ઉર્ફે રહીશને પિસ્ટલ રૃ.૫૦૦૦ સાથે ઝડપી લઇ પોલીસે ફાયર આર્મ્સ રાખવા બદલ રાહુલ ઉર્ફે રહીશ સામે હથિયાર ધારો (આર્મ્સ એક્ટ) કલમ ૨૫(૧-બી)(એ) હેઠળ સિહોર પોલીસમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









