Bhavnagar
ભાવનગરમાં મ્યુલ એકાઉન્ટ કેસમાં છેલ્લા ૮ મહિનાથી ફરાર શખ્સ ઝડપાયો
By GS Team
5 Jul 20261 min read
ભાવનગર: મ્યુલ એકાઉન્ટ કેસમાં છેલ્લા 8 મહિનાથી ફરાર ભાવેશકુમાર મથુરદાસ ગાંધી (ઉં.વ. 39, રહે. સુરત) ને રેન્જ સ્ટ્રાઇકિંગ ફોર્સે મેઘાણી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમી આધારે કાર્યવાહી કરી, તેને ઘોઘારોડ પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ફરાર શખ્સને ઘોઘારોડ પોલીસને સોંપ્યો
ભાવનગર - મ્યુલ એકાઉન્ટ કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર શખ્સને રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સની ટીમે મેઘાણી સર્કલ પાસેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સની ટીમ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,મ્યુલ એકાઉન્ટ કેસમાં છેલ્લા આઠ મહિનાથી ફરાર ભાવેશકુમાર મથુરદાસ ગાંધી (ઉં.વ. ૩૯, રહે. સુરત) ભાવનગરના મેઘાણી સર્કલ પાસે આવેલી સ્વીટ દુકાન નજીક તેના બનેવી સાથે ઉભો છે. જે બાતમીના આધારે રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સની ટીમે દરોડો પાડી ભાવેશકુમાર મથુરદાસ ગાંધીને ઝડપી લીધો હતો.ઝડપાયેલા શખ્સને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.