સિહોરમાં ભગવાન જગન્નાથજીની રંગદર્શી રથયાત્રા યોજાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
ઠેક ઠેકાણે પ્રસાદી તથા ઠંડા શરબતોના સ્ટોલ ઉભા કરાયા, રાસમંડળીઓ અને વેશભૂષાધારીઓએ આકર્ષણ જમાવ્યું
સિહોર - સિહોરમાં ઠાકરદ્વારા મંદિરેથી પરંપરાગત રીતે અષાઢી બીજના પર્વે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા સાથેની નગરયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.આ રથયાત્રામાં રાસ મંડળીઓ તથા વેશભૂષાઓ તેમજ મનોરંજન માટે ફલોટસ ઉભા કરવામાં આવ્યા હતા.
સિહોરમાં ખારાકુવા ચોક પાસેથી વખારવાળા ચોક, શાકમાર્કેટ, કંસારા બજાર, સુરકા દરવાજાથી નદીના રસ્તે, ટાણા ચોકડી પાસેથી કૈલાસનગર, પુનિતનગર, રેલવે સ્ટેશન રોડ,પાબુજી મંદિરે આવી હતી.જયા બપોરના પ્રસાદ અને વિશ્રામ બાદ રેલવે સ્ટેશન, અમદાવાદ રોડ, ખાડિયા ચોક, ચેતન હનુમાન, દાદાની વાવ, ભાવનગર રોડ, તાલુકા પંચાયત, વડલાવાળી ખોડિયાર ચોક, સિંધી કેમ્પ, મેઈન બજાર, ભુતા હોસ્પીટલ પાસે,મેઈન બજાર, આંબેડકર ચોક, દરવાજાની મુખ્ય બજારથી મુનિ ચોક થઈને મોટાચોક ખાતે ઠાકરદ્વારા પહોંચી હતી. રથયાત્રાના માર્ગો પર મંડળો દ્વારા પ્રસાદ તથા ઠંડા પીણાંના સ્ટોલો ઉભા કરાયા હતા. આ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પી. આઈ. કે. એ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સિહોર, સોનગઢ,વરતેજના પોલીસ જવાનો તથા હોમગાર્ડ, જી. આર. ડી. ના જવાનો દ્વારા સખત બંદોબસ્ત ગોઠવાયો હતો.




