Bhavnagar

લાખાજીનગરના શખ્સને પોક્સોના ગુનામાં ત્રણ વર્ષ સખત કેદની સજા

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના લાખાજીનગરમાં નરેશ મકાભાઈ ચૌહાણે 11-11-2024ના રોજ સગીરાની છેડતી કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 3 વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનારને ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ 50,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાખાજીનગરના શખ્સને પોક્સોના ગુનામાં ત્રણ વર્ષ સખત કેદની સજા

પોણા બે વર્ષ પૂર્વેની ઘટનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો

ભોગબનનારને ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીલ હેઠળ ૫૦ હજાર વળતર તરીકે ચૂકવવા આદેશ

ભાવનગર -  શહેરના લાખાજીનગરમાં રહેતા એક શખ્સને પોક્સોના ગુનામાં ત્રણ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરના એરપોર્ટ રોડ, લાખાજીનગર, શેરી નં.૭માં રહેતો નરેશ મકાભાઈ ચૌહાણ નામના શખ્સે ગત તા.૧૧-૧૧-૨૦૨૪ના રોજ એક સગીરવયની દીકરીને પ્રેમસબંધ રાખવાનું કહીં તેણીની છેડતી-જાતિય સતામણી કરી હતી. જે બનાવ અંગે શખ્સ સામે ઘોઘારોડ પોલીસમાં બીએનએસની કલમ ૭૫ (ર), ૭૮ (ર), જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ની કલમ ૧૨ વગેરે હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસ ભાવનગરના સ્પેશિયલ જજ પોક્સો અને બીજા એડી. ડિસ્ટ્રીક્ટ તથા સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી નરેશ ચૌહાણને ત્રણ વર્ષ સખત કેદનો જેલવાસ તેમજ રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યાયાધીશે ભોગબનનાર દીકરીને ગુજરાત વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ-૨૦૧૯ અન્વયે ૫૦ હજાર રૃપિયા વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યો હતો.