નવા સાંગાણાનું જાળનાથ મહાદેવ, જ્યાં શિવલીંગમાંથી રક્ત વહ્યું હતું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રકૃતિના ખોળે વસેલા શિવાલય પ્રત્યે ભક્તોની અખૂટ શ્રદ્ધા
ઝાળાની નીચે અને જંગલ વિસ્તારમાં હોવાથી જાળનાથ મહાદેવ નામ પડયાની લોકવાયકા
તળાજા - તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આવેલું સ્વયંભૂ જાળનાથ મહાદેવનું મંદિર શ્રદ્ધા, આસ્થા અને અખૂટ ભક્તિનું ત્રિવેણી સંગમ છે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ શિવધામ પ્રાચીન છે.
લોકવાયકા મુજબ આ વિસ્તારમાં એક ગામ વસેલું હતું. અહીં ધન હોવાની વાતને લઈ લોકો ધનની શોધમાં જમીન ખોદી રહ્યા હતા. ત્યારે શિવલીંગ સાથે ત્રિકમ અથડાતા તેમાંથી રક્તધારા વહેવા લાગી હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામોના લોકો દોડી આવ્યા હતા અને પથ્થરો વચ્ચે રહેલા શિવલીંગને યોગ્ય રીતે સ્થાપિત કરી પળાસ નદીના પવિત્ર જળથી અભિષેક કર્યો હતો. ઝાળાની નીચે અને જંગલ વિસ્તારમાં પવિત્ર સ્થળ હોવાથી જાળનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યાની લોકમાન્યતા છે.
આ પવિત્ર ધામમાં છેલ્લા ૪૭ વર્ષ રામકથા એક જ વ્યાસપીઠ અને એક જ વક્તા સાથે યોજવાની પરંપરા છે. આ વર્ષે ૪૮મી રામકથાનું આયોજન થશે. રામકથાની ૪૮મી કડી માત્ર ધાર્મિક આયોજન જ નહીં, પરંતુ પેઢીઓથી ચાલી આવતી શ્રદ્ધા, સંસ્કાર અને એકતાની જીવંત પરંપરાં છે. શ્રાવણ માસમાં અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. શ્રધ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા કરવા માટે ઉમટી પડે છે. ભક્તો માટે જાળનાથ મહાદેવ માત્ર મંદિર નથી, પરંતુ વિશ્વાસ, પરંપરા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે.









