Bhavnagar

શહેરના ઘોઘા રોડ પરના આવાસમાં ભાડુઆતના મામલે તપાસ, ૧૮ આસામીને નોટિસ અપાશે

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર મહાપાલિકાએ ઘોઘા રોડ પરના PM આવાસ યોજનાના ૪૦ આવાસોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું. જેમાં ૧૮ આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું. પાલિકા આ ૧૮ આસામીઓને નોટિસ આપશે. સમયમર્યાદામાં આવાસ ખાલી નહીં કરાય તો સીલ મારવાની કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં આવાસો ભાડે આપનારાઓને ૧ લાખ દંડ અને આવાસ રદ કરવાની નીતિ પણ વિચારણા હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ઘોઘા રોડ પરના આવાસમાં ભાડુઆતના મામલે તપાસ, ૧૮ આસામીને નોટિસ અપાશે

મહાપાલિકાએ ૪૦ આવાસમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી સર્વે હાથ ધરાયો

સમય મર્યાદામાં આવાસ ખાલી નહીં કરાય તો સીલ મારવાની કાર્યવાહી કરાશે

ભાવનગર -  ભાવનગર શહેરના ઘોઘા રોડ પરના આવાસમાં ભાડુઆતના મામલે મહાપાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં ૧૮ આસામીને ભાડુઆત હોવાનુ જાણવા મળેલ છે તેથી તેઓને નોટિસ આપવામાં આવશે.

ભાવનગર મહાનગરપાલિકાના (પ્રધાનમંત્રી આવાસ યોજના) ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ટી.પી.સ્કીમ નં. - ૩, રૃવા, ફા.પ્લોટ નં. ૯૮, ઘોઘા રોડ, સાગર પાર્કની પાછળ, ફાતીમા કોન્વેન્ટની બાજુમાં, ભાવનગર ખાતેનાં ૨૦૦ આવાસોમાં બ્લોક નંબર-બી નાં કુલ-૪૦ આવાસોનું ભાડુઆત બાબતે મંગળવારે સરપ્રાઈઝ ચેકિંગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુલ-૧૮ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફલિત થયેલ છે તેમજ કુલ-૧૨ મૂળ લાભાર્થીઓ રહેણાંક ધરાવતા હોવાનું અને કુલ-૧૦ બિન-રહેણાંક હોવાનું જણાયેલ છે. આ કુલ-૧૮ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફલિત થયેલ તેઓને સદરહું બાબતની અંતિમ નોટીસ આપી આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવશે અને નોટીસની સમયમર્યાદા બાદ વિભાગ દ્વારા સદરહુ સ્થળ ખાતે વિભાગ દ્વારા અન્ય આસામીઓ દ્વારા ઉપયોગમાં હોય તેવા પ્રસ્થાપિત થયેલ આવાસોને સીલ કરવામાં આવશે.

આગામી દિવસોમાં અન્ય તમામ સ્થળોએ આવેલા આવાસોના સર્વે કરી ભાડે આપેલ આવાસોના સીલીંગ કરવાની કામગીરી હાથ ઉપર લઇ કાર્યવાહી કરવામાં આવનાર છે. વધુમાં હાલની નીતિ મુજબ મહત્તમ રૃા. ૩૦,૦૦૦/- સુધીનાં દંડની જોગવાઈ છે, જે વધારીને રૃા. ૧,૦૦,૦૦૦/- દંડ અને આવાસ રદ કરવાની નીતિ વિચારણા હેઠળ છે તેમ મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીએ જણાવેલ છે.

આવાસ ભાડે આપી કરાતી કમાણી સામે કડક પગલા જરૃરી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની આર્થીક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુ સરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી. આવાસ ભાડે આપી કરાતી કમાણી સામે તંત્રએ આસામીઓ સામે કડક પગલા લેવા જરૃરી છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે.