Bhavnagar

મહુવામાં યિુવકે ધુણીને કૌટુંબિક વૃધ્ધાને દોષિત ઠેરવાઈ, તપાસમાં પર્દાફાશ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવામાં એક યુવકે પિતૃમોક્ષાર્થે શાંતિયજ્ઞામાં ધુણતી વખતે થાકના કારણે વૃદ્ધા કમુબેન પર ખોટો આરોપ મૂક્યો હતો. યુવકે કબૂલાત કરી જાહેરમાં માફી માંગી હતી. જાદુટોણાના આ બનાવમાં જાથાની ટીમે પોલીસની મદદથી પર્દાફાશ કર્યો. આથી કાનૂની કાર્યવાહી ટળી અને મામલો થાળે પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં યિુવકે ધુણીને કૌટુંબિક વૃધ્ધાને દોષિત ઠેરવાઈ, તપાસમાં પર્દાફાશ

પિતૃમોક્ષાર્થે શાંતિયજ્ઞામાં આરોપ મુકાતા અશાંતી સર્જાઈ

કાનુની કાર્યવાહી માહિતી આપી, પુછપરછમાં ધુણતા યુવકે થાકને લઈ નિર્દોષનું નામ બોલાયાની કબુલાત આપી

ભાવનગર -  ભારતમાં ૨૧મી સદીમાં ડાકણ, ચુડેલ, ભારે નજર, પીવા ખોરાકમાં ખવડાવી દેવુ, કરી નાખ્યુંની કુપ્રથા આજે પણ જોવા મળે છે તેવો જ બનાવ ભાવનગર જિલ્લાના મહુવા ગામે વૃધ્ધા ઉપર ખોટો આરોપ મુકાતા જાથાની ટીમે મહુવા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હતો. યુવકે જાહેરમાં માફી માગી કબુલાતનામું આપતાં મામલો થાળે પડયો હતો.

બનાવની વિગત પ્રમાણે જાથાએ જણાવ્યા મુજબ મહુવા અને અમદાવાદ સ્થિત સિંધુ ભુવન રોડ ઉપર રહેતાં મિલાપ રામજીભાઈ ખોડીફાસ રૃબરૃ આવી પોતાની માતા કમુબેન ઉપર મહુવા જાદરા રોડ, બેબીલેન્ડ પાસે રહેતાં કુટુંબી પરિવાર અમન કનુભાઈ ખોડીફાસે પોતાના ઘરે પિતા ધુણીને ઘરમાં અશાંતિનું મુખ્ય કારણ કમુબેન હોવાનું જાહેર કરતા આરોપો મુકતાં ચહલ પહલ થઈ ગઈ હતી. અને કમુબેન પરિવાર ઉપર આભ ફાટી ગયું તેવું સર્જન થયુ ંહતું. વૃધ્ધાને ભવિષ્યમાંજીવવું દોહલું થઈ ગયુ ંહતું જે ઘણાં વર્ષથી અલગ રહેતા હોય, એકબીજાને વ્યવહાર કે સંબંધ ન હોય, ખોટો આરોપ મુક્યાની હકીકત સામે આવી હતી જે બનાવને લઈ મહિુવા પોલીસ સાથે ટીમ અમનના ઘરે પહોંચી હતી જ્યારં સઘન પુછપરછ બાદ અમન કનુભાઈ ખોડીફાસે કબુલાતનામાં સ્વિકાર્યું હતું કે પિતૃકાર્ય વિધિમાં ધુણતાં કમુબેનનું નામ બોલાઈ ગયું છે તેનો સ્વીકાર કરું છું. મેં મુકેલા આરોપો ખોટા અને બેબુનીયાદ છે. શરીરમાં ધુ્રજારી આવતાં અને થાકને કારણે નિર્દોષનું નામ બોલાઈ ગયું છે. માંડવામાં શાંતિયજ્ઞાની વિધિ અમારા માટે અશાંતિ સાબિત થઈ ગઈ  હોવાનું સ્વિકારી રામજીભાઈ પિરવાર અને સમાજની માફી માગતા મામલો થાળો પડયો હતો. જો કે આ અંગે જાથા દ્વારા ફરિયાદ કરાઈ નથી.