Bhavnagar

બાવળની કાંટમાંથી રૃા.૩૮ હજારનો વિદેશી દારૃ મળ્યો, બુટલેગર ફરાર

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગર LCBએ તળાજાના દકાના ગામ નજીક દરોડો પાડી રાજસ્થાન નિર્મિત વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગેલ અંબે માતાજીના મંદિર પાછળ બાવળની કાંટમાંથી પ્લાસ્ટિકના કોથળામાં છુપાવેલી કુલ 348 બોટલો, જેની કિંમત 38,010 રૂપિયા છે, તે જપ્ત કરવામાં આવી છે. આરોપી પુના મનાભાઈ મકવાણા ફરાર છે અને તેની સામે તળાજા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવળની કાંટમાંથી રૃા.૩૮ હજારનો વિદેશી દારૃ મળ્યો, બુટલેગર ફરાર

ભાવનગરમાં એલસીબીની મોટી કાર્યવાહી

તળાજાના દકાના ગામ નજીક દરોડોથ રાજસ્થાન નિમત વિદેશી દારૃની ૩૪૮ બોટલો જપ્ત

ભાવનગર -  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને તળાજા ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.

એલસીબીની ટીમ તળાજામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દકાના ગામનો પુના મનાભાઈ મકવાણા ગેલ અંબે માતાજીના મંદિર પાછળ બાવળની કાંટમાં પ્લાસ્ટિકના કોથળામાં રાજસ્થાન નિમત દારૃ સંતાડીને વેચાણ કરે છે.બાતમી આધારે રેઇડ પાડી પોલીસે ઘટનાસ્થળેથી ગ્લોબલ સ્પીરીટ વ્હિસ્કી ૨૭૪ બોટલ (કિંમત રૃ.૨૪,૬૬૦),રોયલ ચેલેન્જ વ્હિસ્કી ૭૧ બોટલ (કિંમત રૃ.૧૨,૭૮૦), મેજિક મોમેન્ટ્સ,૩ બોટલ (કિંમત રૃ.૫૭૦) આમ કુલ રૃ.૩૮,૦૧૦ ની કિંમતની ૩૪૮ બોટલો કબ્જે કરવામાં આવી છે. પુના મકવાણા હાલ પોલીસ પકડથી દૂર હોઈ, તળાજા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.