બોટાદના પાળીયાદ રોડ પર રેસ્ટોરન્ટમાં દારૃની મહેફિલ માણતા પાંચ શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસની કાર્યવાહીથી દારૃડિયાઓમાં ફફડાટ
મંચ બોક્સ રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૃની બોટલો, મોબાઈલ, રોકડ અને બાઈક મળી રૃ.૬૯ હજારનો મુદામાલ જપ્ત
બોટાદ - પાળીયાદ રોડ પર આવેલ હોટલમાં દારૃની મહેફિલ માણી રહેલા પાંચ ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ 'મંચ બોક્સ રેસ્ટોરન્ટ'માં ગુપ્ત બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સરપ્રાઈઝ દરોડો પાડી દારૃની મહેફિલ માણી રહેલા પાંચ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રેસ્ટોરન્ટની અંદર બંધ બારણે દારૃની મહેફિલ ચાલી રહી છે. પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર તપાસ કરતા બારણું અંદરથી બંધ મળ્યું હતું. બારણું ખોલાવી અંદર તપાસ કરતા ૫ ઈસમો નશાની હાલતમાં મળી આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી જીજ્ઞોશ જગદિશભાઈ પાટડીયા, ઈમરાન યુનુસભાઈ ગઢિયા, સોહીલ ઈબ્રાહીમભાઈ કુરેશી, સલીમ સતારભાઈ ગાંજા અને ફેજલ મજીદભાઈ અમદાણીની અટકાયત કરી હતી.દરોડા દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૃની સીલબંધ તથા અડધી બોટલો, ખાલી બોટલો, પ્લાસ્ટિકના ગ્લાસ, ૪ નંગ મોબાઈલ (કિંમત રૃ. ૩૫,૦૦૦), રોકડા રૃ. ૮,૯૧૦ અને ૧ હોન્ડા ગ્લેમર મોટરસાયકલ (કિંમત રૃ. ૨૫,૦૦૦) મળી કુલ રૃ. ૬૯,૩૨૨ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે બોટાદ એલ.સી.બી. ના પો.કોન્સ. બળદેવસિંહ લીંબોલાની ફરિયાદના આધારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ વાય. કે. ખાચર ચલાવી રહ્યા છે.




