Bhavnagar

મહુવામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, પેટના ભાગે ગંભીર ઇજા

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
મહુવાના ગાંધીબાગ પાસે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. 46 વર્ષીય શૈલેષભાઈ ચૌહાણ પર હરેશ ચૌહાણે છરી વડે હુમલો કર્યો હતો. અગાઉ સામે જોવા બાબતે થયેલી તકરારની દાઝ રાખી હરેશે પેટના ભાગે ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત શૈલેષભાઈને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં 2 ટાંકા લેવા પડ્યા. મહુવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં જૂની અદાવતમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો, પેટના ભાગે ગંભીર ઇજા

હુમલાખોર સામે મહુવા પોલીસ મથકે ગુનો નોંધાયો

સામે જોવા બાબતે થયેલી તકરારની દાઝ રાખી હુમલાખોરે ગાંધીબાગ પાસે લોહિયાળ ખેલ ખેલ્યો, પોલીસ મથકે ગુનો નોંધાયો

ભાવનગર -  મહુવા શહેરના ગાંધીબાગ વિસ્તારમાં જૂની અદાવત રાખી એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

મહુવા ખાતે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૪૬ વર્ષીય શૈલેશભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ સાંજના સમયે ગાંધીબાગ પાસેના શૌચાલયમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે હરેશ ભીખાભાઇ ચૌહાણ નામના શખસે પોતાના ટુ-વ્હીલર પર આવી તેમની સાથે બોલાચાલી શરૃ કરી હતી.ગાળો બોલવાની ના પાડતાં ખીજાયેલા હરેશ ચૌહાણે ઝપાઝપી કરી પોતાના હાથમાં રહેલી છરી વડે શૈલેશભાઈના પેટના ભાગે ઘા મારી દીધો હતો. હુમલા બાદ હરેશ ચૌહાણે તને જોઈ લઈશ અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.ઘટના બનતા જ આજુબાજુમાંથી મિત્રો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત શૈલેશભાઈને તાત્કાલિક ખાનગી વાહનમાં મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ સારવાર આપી પેટના ભાગે બે ટાંકા લીધા હતા.

અગાઉ સામે જોવા બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની દાજ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસની કલમ ૧૧૮(૧), ૩૫૧(૨) તથા જી.પી. એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.