સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવકને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરની અદાલતે કડક વલણ અપનાવ્યું
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભાવનગરની સ્પે. કોર્ટે ૧૮ સાક્ષીઓ અને ૪૦ દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સખત સજા અને દંડ ફટકાર્યો
ભાવનગર - ભાવનગર જિલ્લાના સણોસરા ગામે રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ૨૮ વર્ષિય યુવાન આસિફખાન રસુલખાન મલેક સામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં ભાવનગરની અદાલતે કડક વલણ અપનાવ્યું છે. ભાવનગરના મિ.એડીશનલ સેસન્સ જજ એન.જી.દવેની કોર્ટે તમામ પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને જુદી જુદી કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.ૉ
બનાવની વિગતો અને પોલીસ ફરિયાદ અંગે આ કેસની મળતી વિગત મુજબ, આરોપી આસિફખાન મલેક (ઉ.વ. ૨૮,રહે. હાલ સણોસરા, મૂળ રહે.પીપળી, તા. ધ્રાંગધ્રા/ખાટડી, જી.સુરેન્દ્રનગર) ભાવનગર પંથકની ૧૭ વર્ષ, ૮ મહિના અને ૨૨ દિવસની સગીરાને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. સગીરા અભ્યાસ અર્થે અપડાઉન કરતી હતી ત્યારે તે સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાના પિતાએ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો ૧૩૭, ૮૭, ૬૪(૨)(એમ) તથા પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૮ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ અને સખત સજા આ કેસમાં આરોપી જેલવાસ ભોગવી રહ્યો હતો અને તેની જામીન અરજી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે ૨૬ મે ૨૦૨૬ના રોજ ૩ માસની અંદર ટ્રાયલ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતમાં સરકારી વકીલ ગીતાબા પી.જાડેજાની અસરકારક દલીલો, ૧૮ સાક્ષીઓની જુબાની અને ૪૦ જેટલા દસ્તાવેજી પુરાવાઓને આધારે ગુનો સાબિત થતાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી ન્યાય આપ્યો છે.




