Bhavnagar

કલેક્ટરનો માસ્ટરસ્ટ્રોક ઃ બજરંગદાસ હોસ્પિટલ કેસમાં ડોક્ટરોની 'ક્લીન ચિટ' રદ્દ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં મહિલાના મૃત્યુ કેસમાં, 10 મહિનાની લડત બાદ કલેક્ટરે કડક કાર્યવાહી કરી છે. ડો. નિસર્ગ શાહ સહિતના તબીબોની કથિત બેદરકારીને કારણે દર્દી રાધિકાબેન જોશીનું અવસાન થયું હતું. કલેક્ટરે શંકાસ્પદ સેટિંગ રિપોર્ટ ફગાવી, નવી તપાસ સમિતિ રચી છે અને તબીબોના પાસપોર્ટ જપ્ત કરવા તથા 'લુક આઉટ સર્ક્યુલર' જાહેર કરવા આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલેક્ટરનો માસ્ટરસ્ટ્રોક ઃ બજરંગદાસ હોસ્પિટલ કેસમાં ડોક્ટરોની 'ક્લીન ચિટ' રદ્દ

તબીબો ભારત છોડી વિદેશ ન ભાગી જાય તે માટે પાસપોર્ટ જપ્ત કરવા આદેશ

૧૦ મહિનાની લડત બાદ તંત્ર હરકતમાં, ડોક્ટરો વિદેશ ભાગી ન જાય તે માટે એસપીને 'લુક આઉટ સરક્યુલર' જાહેર કરવા કડક સૂચના

ભાવનગર -  ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં કમરના દુઃખાવાની સારવાર અર્થે દાખલ થયેલાં મહિલા તબીબોની કથિત ગુનાહિત બેદરકારીના કારણે મૃત્યું પજ્યું હતું. પીડિત પરિવારની ૧૦ મહિનાની સતત કાનૂની લડત અને મજબૂત પુરાવાઓ સાથેની રજૂઆતો બાદ, કલેક્ટરે આ શંકાસ્પદ સેટિંગ રિપોર્ટને ફગાવી દઈને સમગ્ર કેસની તટસ્થ તપાસ માટે 'નવી મેડિકલ નેગ્લિજન્સ કમિટી' ગઠિત કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. તબીબો વિરુદ્ધ ત્વરિત 'લુક આઉટ સરક્યુલર' જાહેર કરવા તથા તેમના પાસપોર્ટ સીઝ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલમાં બનેલી મેડિકલ નેગ્લિજન્સની ગંભીર ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. કમરના દુખાવાની સારવાર અર્થે દાખલ થયેલાં મૃતક રાધીકાબેન જોશીના ઓપરેશન દરમિયાન ડો.નિસર્ગ શાહ અને અન્ય તબીબોની કથિત ગુનાહિત બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું. આ કેસમાં સર ટી.હોસ્પિટલ પ્રશાસન અને 'મેડિકલ નેગ્લિજન્સ કમિટી' દ્વારા તબીબોને બચાવવા બોગસ રિપોર્ટ તૈયાર કરી 'ક્લીન ચિટ' આપી દેવાઈ હોવાનો આક્ષેપ થયો હતો. પીડિત પરિવારની ૧૦ મહિનાની સતત કાનૂની લડત અને મજબૂત પુરાવાઓ સાથેની રજૂઆતો બાદ, કલેક્ટરએ આ શંકાસ્પદ રિપોર્ટને ફગાવી દઈને સમગ્ર કેસની તટસ્થ તપાસ માટે અન્ય જિલ્લાના નિષ્ણાંતોની 'નવી મેડિકલ નેગ્લિજન્સ કમિટી' ગઠિત કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે. નવી તપાસ સમિતિની રચના થતાં જ તબીબો કાનૂની ગાળિયાથી બચવા ભારત છોડી વિદેશ ન ભાગી જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભાવનગર પોલીસ અધિક્ષકને પત્ર લખીને તબીબો વિરુદ્ધ ત્વરિત 'લુક આઉટ સરક્યુલર' જાહેર કરવા તથા તેમના પાસપોર્ટ સીઝ કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. કલેક્ટરના આ કડક વલણ બાદ ભાવનગર પોલીસ ડોક્ટરોના પાસપોર્ટ ક્યારે જપ્ત કરે છે અને નવી કમિટીના રિપોર્ટ આધારે ક્યારે ફોજદારી ગુનો નોંધાય છે, તેના પર સમગ્ર શહેરવાસીઓની નજર મંડાયેલી છે.