સી.ઓ.ચેકિંગ ડ્રાઈવ ઃ ૨.૯૧ લાખના દંડની વસૂલાત, ૧૧ વાહન ડિટેઈન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સપ્ટેમ્બર માસ દરમિયાન એસ.ટી. આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરી
ગેરકાયદે વાહન ચલાવતા, બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહનચાલકો ઝપટે ચડયાં
ભાવનગર - ભાવનગર શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ૧૬૨ વાહનચાલકો પાસેથી ત્રણેક લાખ રૃપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે.
ભાવનગર એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા દ્વારા ટ્રાફિક પોલીસ અને આરટીઓને સાથે રાખી ગત સપ્ટેમ્બર માસમાં કલાન્ડેસ્ટાઈન ઓપરેશન (સી.ઓ.) ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન થ્રી-વ્હીલ ટેમ્પો, મેજિક રિક્ષા, મિની બસો દ્વારા બિનઅધિકૃત રીતે મુસાફરોની હેરાફેરી તેમજ ગેરકાયદે વાહન ચલાવવામાં આવી રહ્યા હોય, ૧૧ વાહનને ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૧૬૨ વાહનચાલકોને પોલીસ મેમો ફટકારી સ્થળ પર જ રૃા.૨,૯૧,૪૦૦નો દંડ વસૂલાયો હોવાનું વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરે જણાવ્યું હતું. વધુમાં આ ડ્રાઈવ આગામી સમયમાં નિયમિત રીતે શરૃ રાખવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.




