બોટાદ કલામહાકુંભની તાલુકા કક્ષાની સ્પર્ધાના કાર્યક્રમમાં ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સ્પર્ધાની નવી તારીખો આગામી સમયમાં જાહેર કરાશે
સ્પર્ધકોની અરજી ફોર્મ જમા કરાવવાની મુદત વધારાઇ ઃ ૩૦ ઓગસ્ટ છેલ્લી તારીખ
ભાવનગર - દર વર્ષે યોજાતી કલામહાકુંભની સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકો ભાગ લઇ શકે તેવા ઉદ્દેશ્ય સાથે બોટાદ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા તાલુકા કક્ષાની સ્પર્ધા મોકુફ કરી પાછી ઠેલાઇ છે અને ફોર્મ ભરવાની મુદત વધારી ૩૦ ઓગસ્ટ કરાઇ છે.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બોટાદ દ્વારા આગામી તા.૧૧ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન તાલુકાકક્ષા કલામહાકુંભ ૨૦૨૬-૨૭ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, વધુમાં વધુ સ્પર્ધકોને નોંધણીની તક મળી રહે તે હેતુથી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવ્યો હોવાથી હાલ પુરતી તાલુકાકક્ષાની સ્પર્ધાઓ મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ અરજી ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તારીખ ૭ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. તેમાં ફેરફાર કરીને હવે અરજીફોર્મ ભરીને સંબંધિત કચેરીમાં જમા કરાવવાની નવી અંતિમ તારીખ તા.૩૦ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. તાલુકાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ની સ્પર્ધાઓની નવી તારીખો અંગેની જાહેરાત આગામી સમયમાં અલગથી કરવામાં આવશે.









