ચિત્રામાં ગૌતમેશ્વરનગરના મકાનમાંથી રોકડની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પતિ-પત્નિ મકાન બંધ કરીને દિકરીના ઘરે જામનગર ગયા હતા, વહેલી સવારે બે તસ્કરોએ ખાતર પાડય
ભાવનગર- શહેરના ચિત્રા ગૌતમેશ્વરનગરના બંધ મકાનમાં આજે વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ ખાતર પાડી તિજોરીમાં રાખેલા રોકડા રૃા.૪૫ હજારની ચોરી કરી હતી. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
શહેરના ચિત્રા ગૌતમેશ્વરનગર વિભાગ-૨ પ્લોટ નં.૧૬ શેરી નં.૩માં રહેતા ઉદયસિંહ દેવુભા ચૌહાણ અને તેમના પત્નિ ઘર બંધ કરીને છેલ્લા આઠેક દિવસથી તેમની દિકરીના ઘરે જામનગર ગયા હતા. દરમિયાન આજે વહેલી સવારે પાંચ કલાકના અરસામાં બે અજાણ્યા શખ્સે તેમના બંધ મકાનનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી કબાટનું તાળું તોડી તિજોરીમાં રાખેલા રોકડા રૃા.૪૫ હજાર ચોરીને નાસી છૂટયા હતા. ચોરી અંગેની જાણ થતાં ઉદયસિંહના દિકરી હીરલબા રૃષિરાજસિંહ મોરીએ બોરતળાવ પોલીસ મથકમાં ચોરી કરનાર અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









