Bhavnagar

આરપીએફના ૪૨મા સ્થાપના દિવસે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગર રેલવે મંડળે RPFના 42મા સ્થાપના દિવસે રેલવે કોમ્યુનિટી હોલ ખાતે રક્તદાન શિબિર યોજી. મંડળ રેલ પ્રબંધક અને સુરક્ષા આયુક્તની અધ્યક્ષતામાં RPF જવાનો અને કર્મચારીઓએ 32 યુનિટ રક્ત એકત્ર કર્યું. "તમારો એક પ્રયાસ, કોઈનો જીવ બચાવી શકે છે" સંદેશ સાથે આ માનવીય કાર્યક્રમ યોજાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

આરપીએફના ૪૨મા સ્થાપના દિવસે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન

જવાનો અને કર્મચારીઓએ ૩૨ યુનિટ રક્ત એકત્ર કરાયું

તમારો એક પ્રયાસ, કોઈનો જીવ બચાવી શકે છે ના પ્રેરક સંદેશ સાથે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા માનવીય સરોકારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

ભાવનગર -  પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફના ૪૨મા સ્થાપના દિવસની વિશેષ ઉજવણીના ભાગરૃપે તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રેલવે કોમ્યુનિટી હોલ, ભાવનગર પરા ખાતે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળ રેલ પ્રબંધક અને મંડળ સુરક્ષા આયુક્તની અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં સુરક્ષા જવાનો અને રેલવે કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સવારે ૧૦ - ૦૦ વાગ્યાથી શરૃ થયેલી આ શિબિરમાં આરપીએફના જવાનો, વરિ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. આ માનવીય પહેલના પરિણામે કુલ ૩૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૃરિયાતમંદ દર્દીઓની જીવનરક્ષામાં મદદરૃપ થશે.વરિ મંડળ વાણિજ્ય પ્રબંધકએ જણાવ્યું કે આ પ્રયાસ આરપીએફની સેવા અને સુરક્ષા સાથે માનવીય મૂલ્યો પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. ભાવનગર મંડળ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર માનતા રક્તદાન મહાદાનનો સંદેશ પુનઃરોપિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક સહિત મંડળના અનેક વરિ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.