Bhavnagar

રાજપરામાં યુવક પર છરી વડે હિચકારો હુમલો થયો

By GS Team
15 Aug 20261 min read
TukuTouch Logo
સિહોરના રાજપરા ગામમાં 17 વર્ષીય વિદ્યાર્થી હિરન મકવાણા પર જીવલેણ હુમલો થયો છે. ખોડિયાર મંદિર પાસે રોહિત નામના શખ્સે બીડી પીવા બાબતે થયેલી તકરારમાં લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. હિરનને ગંભીર ઈજાઓ થતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો. સિહોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજપરામાં યુવક પર છરી વડે હિચકારો હુમલો થયો

ખોડિયાર મંદિર પાસે બનેલી ઘટના ઃ ૧૭ વર્ષિય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

સિહોર -  સિહોર તાલુકાના રાજપરા ગામે એક યુવક પર છરી વડે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, રાજપરા ગામે રહેતા અને આઇટીઆઈમાં અભ્યાસ કરતા ૧૭ વર્ષિય હિરનભાઈ ભરતભાઈ મકવાણાએ રોહિત નામના શખ્સ સામે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત રોહિતભાઈના મામાનો દિકરો બીડી પિતો હોય જેની જાણ તેમના મામાને કરતા તેની દાઝે ગત રોજ બપોરના સમયે તેઓ પોતાના મામાના દીકરા વિપુલભાઈ સાથે ખોડિયાર મંદિર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન  રોહિત નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. અને તે કેમ મારા મામાના છોકરાનું ઘરે કહી દીધું છે તેમ કહી ઝઘડો શરૃ કર્યો હતો. અચાનક ઉશ્કેરાઈ ગયેલા રોહિતએ પોતાની સાથે લાવેલ લોખંડના પાઈપ વડે હિરનભાઈ પર હુમલો કરી દીધો હતો. પાઈપના ઘા વાગવાથી સગીરને ડાબી બાજુ મોં પર તથા જમણા હાથના અંગૂઠા પર ગંભીર લોહીલુહાણ ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ૧૦૮ મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે બી.એન.એસ. અને જી.પી.એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.