Bhavnagar

સુભાષનગરમાં પતિ અને સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં પતિના અન્ય યુવતી સાથેના સંબંધોનો વિરોધ કરતાં 20 વર્ષીય નવપરણિતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. સુભાષનગર પાસે પતિ કેવલ વાઘેલા અને તેના ફઈના દીકરા અમિત રાઠોડે 5 લાખ રૂપિયાની માંગણી કરી, છૂટાછેડા જોઈતા હોય તો આપવા ધમકી આપી હતી. માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ આ પગલું ભર્યું હતું. ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુભાષનગરમાં પતિ અને સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

છૂટાછેડા જોઈતા હોય તો રૃા.૫ લાખ આપો કહીં ધમકી આપી

પતિના અન્ય યુવતી સાથેના અફેરનો વિરોધ કરતા અને પાંચ લાખ રૃપિયાની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ દવા ગટગટાવી

ભાવનગર -  ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય નવપરણિતાએ પતિ અને તેના ફઈના દીકરાના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પતિ કેવલ વાઘેલા અને અમિત રાઠોડ વિરૃદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, સુભાષનગરના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી દિશાબેન વાઘેલાના લગ્ન આશરે ૮ મહિના પહેલા કાળિયાબીડ ખાતે રહેતા કેવલ અજયભાઈ વાઘેલા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ મોડી રાત સુધી અન્ય યુવતી સાથે વાતચીત અને મેસેજ કરતો હોવાનું માલૂમ પડતાં પરિણીતાએ વિરોધ કર્યો હતો. આ બાબતે તકરાર થતાં દિશાબેન છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પિયરમાં રિસામણે આવી ગયા હતા.દરમિયાન, ગત ૨૫ સપ્ટેમ્બરના રોજ બપોરે દિશાબેન પોતાના દાદાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સુભાષનગર જગન્નાથ મંદિર પાસે પતિ કેવલ વાઘેલા અને તેના ફઈનો દીકરો અમિત રાઠોડ તેમને રોક્યા હતા. બંનેએ દિશાબેનને કહ્યું કે, જો તારે છૂટાછેડા જોઈતા હોય તો લગ્નનો થયેલો રૃ.૫ લાખનો ખર્ચો પાછો આપવો પડશે. આટલું જ નહીં, બન્નેએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.પતિ અને સગાના આ માનસિક ત્રાસ અને ધમકીથી લાગી આવતા દિશાબેને સાંજના સમયે ઘરમાં પડેલી દવાની ટીકડીઓ ગટગટાવી લીધી હતી. તબિયત લથડતા પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે બી.એન.એસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ વી. એચ. મોરડીયાએ હાથ ધરી છે.