Bhavnagar

ફરિયાદકા ગામે કારમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા ૪ શખ્સ ઝડપાયા

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
વરતેજ પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઉત્તર બુનિયાદી શાળા પાસે એક લક્ઝયુરિયસ કારમાંથી 4 ઇસમોને ઝડપ્યા છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે કાર (નં. GJ-04-EP-9244) કબજે કરી છે. કુલ ₹4,00,270 નો મુદ્દામાલ જપ્ત કરી, ચિરાગ ચૌહાણ, મોહીન શેખ, મોહિત સોલંકી અને જય બારૈયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફરિયાદકા ગામે કારમાં વિદેશી દારૃની હેરાફેરી કરતા ૪ શખ્સ ઝડપાયા

કાર અને દારૃ સહિત ૪ લાખનો મુદ્દામાલ કબ્જે

ઉત્તર બુનિયાદી શાળા પાસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન વરતેજ પોલીસે પાડેલી રેડ

ભાવનગર -  ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દારૃની ગેરકાયદેસર હેરાફેરી કરતી એક લક્ઝયુરિયસ કારને ઝડપી પાડી છે. ઉત્તર બુનિયાદી શાળા પાસે ઊભેલી કારમાંથી ૪ ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૃના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.

વરતેજ પોલીસ મથકની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વરતેજથી ફરિયાદકા તરફ જતા રોડ પર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ફ્રાન્ક્સ કારમાં ઇંગ્લિશ દારૃનો જથ્થો રખાયો છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડયો હતો.કાર ( નં. જીજે-૦૪-ઈપી-૯૨૪૪) ની તલાશી લેતાં કારના ડેક્સ બોક્સમાંથી સ્ટલગ રિઝર્વ  ઇંગ્લિશ દારૃના ૩ પ્લાસ્ટિકના ચપટા મળી આવ્યા હતા. પોલીસે કારમાં સવાર ચિરાગ સુરેશભાઈ ચૌહાણ (ચિત્રા), મોહીન અઝીઝભાઈ શેખ (સિહોર), મોહિત અરવિંદભાઈ સોલંકી (ચિત્રા) અને જય બુધાભાઈ બારૈયા ની અટકાયત કરી છે. પોલીસે રૃ. ૨૭૦ ની કિંમતનો દારૃ અને રૃ. ૪ લાખની કિંમતની કાર મળી કુલ રૃ. ૪,૦૦,૨૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.