Bhavnagar

મહુવામાં 4.13 ઈંચ તો ગોંડલમાં 3.62 વરસાદ, 24 કલાકમાં 93 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં યલો એલર્ટ

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 20 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 105 mm, રાજકોટના ગોંડલમાં 92 mm અને જૂનાગઢના માણાવદરમાં 71 mm વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતમાં પણ 39 mm વરસાદ થયો. આ વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. આજે નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવામાં 4.13 ઈંચ તો ગોંડલમાં 3.62 વરસાદ, 24 કલાકમાં 93 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી, 3 જિલ્લામાં યલો એલર્ટ

Gujarat weather news Updates : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વિશેષ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. હવામાન વિભાગના આંકડા મુજબ ગત તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી લઈને આજ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન રાજ્યના 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

image.png

સૌથી વધુ ભાવનગરના મહુવામાં ખાબક્યો વરસાદ

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ 105 mm (4.13 inch) વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત રાજકોટના ગોંડલ તાલુકામાં 92 mm (3.62 inch) અને જૂનાગઢના માણાવદર તાલુકામાં 71 mm (2.80 inch) જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 60 mm (2.36 inch) અને વંથલીમાં 52 mm (2.05 inch) વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેતી પાકોને નવું જીવનદાન મળ્યું છે.

image.png

સૌરાષ્ટ્ર ઉપરાંત ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 50 mm (1.97 inch), દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 49 mm (1.93 inch), તેમજ અમરેલીના કુંકાવાવ વાડિયામાં 44 mm (1.73 inch) અને રાજકોટના જસદણમાં 40 mm (1.57 inch) વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ 39 mm (1.54 inch) વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના અનેક તાલુકાઓમાં સામાન્યથી લઈને ભારે વરસાદ પડવાને કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે.

નાઉકાસ્ટ : 3 જિલ્લામાં યલો એલર્ટ

આજે સવારના સાતથી દસ વાગ્યા એટલે કે ત્રણ કલાક માટે નવસારી, વલસાડ અને ડાંગ તથા બે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.