Bharuch

'આદિવાસી ખેડૂતોને આપણી સરકાર ખૂબ હેરાન કરે છે, ન્યાય મળતો નથી...', ગુજરાત ભાજપના સાંસદનો PM મોદીને પત્ર

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને પત્ર લખી પોતાની જ સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે ફોરેસ્ટ વિભાગમાં ₹25-30 લાખના ટ્રાન્સફર કૌભાંડ અને જંગલ જમીન પર 400-500 એકર દબાણનો આક્ષેપ કર્યો છે. સાગબારાના આદિવાસી ખેડૂતોને અન્યાય થતો હોવાનું જણાવી, આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આદિવાસી ખેડૂતોને આપણી સરકાર ખૂબ હેરાન કરે છે, ન્યાય મળતો નથી...', ગુજરાત ભાજપના સાંસદનો PM મોદીને પત્ર

Mansukh vasava Write a Latter To PM Modi : ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જંગલ જમીન દબાણ અને ફોરેસ્ટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર અને અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

image.png

સાંસદ વસાવાએ પત્રમાં પોતાની જ સરકારની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે સાગબારાના આદિવાસી ખેડૂતોને આપણી સરકાર ખૂબ હેરાન કરે છે અને તેમને ન્યાય મળતો નથી. આ તમામ ગંભીર બાબતો પર ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી દોષિતો સામે કાયદેસરના કડક પગલાં લેવાની માંગ તેમણે વડાપ્રધાન સમક્ષ કરી છે.

સાંસદે પત્રમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં ચૈતર વસાવા, ગણેશ વસાવા તથા અન્ય લોકોએ જંગલની 400 થી 500 એકર જમીન પર ગેરકાયદેસર રીતે ખેડાણ કરી દીધું છે. સ્થાનિક લોકો અને માજી સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન મૌન સાધીને બેઠું છે અને દબાણો અટકાવવામાં આવતા નથી.

વધુમાં તેમણે પત્રમાં લખ્યું છે કે નર્મદા અને સુરત જિલ્લાના મોટા મોટા ડુંગરો પરથી વૃક્ષો કાપીને જમીન ખેડી નાખવામાં આવી છે. કાગળ પર વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમણે આઘાતજનક ખુલાસો કરતા લખ્યું છે કે ગુજરાતમાં RFO (રેન્જ ફોરેસ્ટ ઓફિસર)ને સારી રેન્જમાં બદલી કરાવવા માટે ₹25 થી ₹30 લાખ આપવા પડે છે.