Gujarat

ભરૂચની કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદની સજા અને રૂ. 3 લાખ ચૂકવવા હુકમ

By GS Team
8 Oct 20191 min read
This article was originally published on 8 Oct 2019
ભરૂચની કોર્ટ દ્વારા ચેક રિટર્ન  કેસમાં 1 વર્ષની કેદની સજા અને રૂ. 3 લાખ ચૂકવવા હુકમ

ભરૂચ તા.8 ઓક્ટાેબર 2019 મંગળવાર

ભરૂચમાં  ઉછીના લીધેલા રૃપિયાનો ચેક બાઉન્સ  થવાના કેસમાં કોર્ટ દ્વારા એક વર્ષની સજા અને રૂ .૩ લાખ  ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યાે હતો.

 ભરૂચના આનંદ નગરના રહીશ નિલેષકુમાર જગદીશવાળા સાથે કેલોદના બાબુલાલ પરમાર  નોકરી કરતા હતા તેથી પરિચય હતો . બાબુલાલને નાણાંની જરૂર પડતા છૂટક છૂટક  6 મહિનામાં રૂપિયા ૩,૦૦,૦૦૦  ઉછીના લઇ ગયા હતા.

તે બાદ  ઉઘરાણી કરતા આરોપી એ એક્સિસ બેંક નો ચેક આપેલો જે બેંકમાં રજુ કરતા પરત આવેલો હતો.આથી ફરિયાદીએ નોટિસ આરોપીને મોકલાવેલી હતી.જે  મળી જવા છતાં અમલ કરેલો નહિ. આથી ફરિયાદી નિલેષકુમારે તેમના વકીલ  મહેન્દ્ર કંસારા મારફતે નેગો .ઇન્સ .એક્ટ ની કલમ  મુજબની ફરિયાદ દાખલ  કરી હતી.

જેમાં આરોપી હાજર રહેલા અને કેસ ભરૃચના વધારાના જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ  પી .એન .જૈન ની કોર્ટ માં ચાલતા એડવોકેટ મહેન્દ્ર  કંસારા ની દલીલોને ધ્યાનમાં લઇ આરોપીને  ચેક  પરત  ફરવાના  કેસમાં  એક   વર્ષની  સાદી કેદની  સજા  અને  રૂ.૩,૦૦,૦૦૦નું   વળતર ફરિયાદી ને  ચૂકવવા  આદેશ  કરેલો  છે.      

આથી ચેક પરતના કેસોમાં ફરિયાદી પક્ષમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે  જયારે આરોપી પક્ષમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે .