20 ટકા વ્યાજના ચક્કરમાં યુવક ફસાયોઃ2.12 લાખ સામે 5.13 લાખ ચૂકવ્યા છતાં 3.16લાખની ઊઘરાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સનફાર્મા રોડ વિસ્તારનો એક યુવક વ્યાજના ચક્કરમાં ફસાતાં આખરે તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સનફાર્મા રોડના શ્રી હરિ બંગ્લોઝ ખાતે રહેતા મનોજ જોષીએ પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૪માં હું પાનનો ગલ્લો ચલાવતો હતો ત્યારે ત્યાં આવતા સર્વેશ મુકંુદભાઇ પેટોલ (રામદેવ નગર,સુભાનપુરા મૂળ નાસિક) સાથે મુલાકાત થઇ હતી.
સર્વેશ વ્યાજે રૃપિયા આપતો હોવાથી મેં ધંધા માટે તેની પાસેથી રૃ.૨.૧૨ લાખ ૨૦ ટકા વ્યાજે લીધા હતા.જેની સામે મેં બે ચેક આપ્યા હતા.વ્યાજે લીધેલી રકમની સામે કુલ રૃ.૫.૧૩ લાખ ચૂકવ્યા હોવા છતાં સર્વેશ દ્વારા રૃ.૩.૧૬ લાખની રકમ બાકી બતાવવામાં આવતી હતી અને મારા ચેક પાછા નહિ આપી રકમની ઊઘરાણી કરતો હતો.
યુવકે કહ્યું છે કે,સર્વેશે મારા ચેકમાં આ રકમ નાખીને બેન્કમાં રજૂ કરતાં ચેક બાઉન્સ થયો હતો,જેથી તેણે મારી સામે કોર્ટમાં કેસ કર્યો હતો.સર્વેશે ગાળાગાળી કરીને એવી પણ ધમકી આપી હતી કે મને રૃપિયા કઢાવતા આવડે છે.જેથી ગોરવા પોલીસે સર્વેશ સામે ગુનો નોંધ્યો છે.




