Baroda

વોટ ચોરીના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૧૫ની અટકાયત

By GS Team
27 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા યુથ કોંગ્રેસે આજે સયાજીગંજના ડેરી ડેન સર્કલ પાસે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોના અધિકારો મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. યુથ કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોરીનો આરોપ લગાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસે જ્ઞાાનેશ કુમારના રાજીનામા ન થાય ત્યાં સુધી રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ ચોરીના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ૧૫ની અટકાયત

વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોના અધિકારો મુદ્દે આજે સવારે સયાજીગંજના ડેરી ડેન સર્કલ ખાતે  વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ચૂંટણીમાં મોટા પાયે વોટ ચોરી થઈ હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારના રાજીનામાની માગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્ઞાાનેશ કુમાર વિરુદ્ધનાં પોસ્ટર દર્શાવીને કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ, વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે જ્ઞાાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી રાજ્યભરમાં આંદોલન ચાલુ રહેશે.

દરમિયાન, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી અને પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી.