કોમ્પ્યુટરમાં ગેમ રમતા હિંસક બનેલા નાના ભાઇએ મોટા ભાઇ પર ચાકૂના ઘા ઝીકી દીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોમ્પ્યુટરમાં ગેમ રમતા બે ભાઇઓ વચ્ચે તકરાર થતા ઉગ્ર થઇ ગયેલા નાના ભાઇએ મોટા ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. વાડી પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
માંડવી વિસ્તારમાં રહેતા બે ભાઇઓ ગઇકાલે કોમ્પ્યુટરમાં ગેમ રમતા હતા . તે દરમિયાન બંને ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો. કાનમાં એ.આઇ. સંભળાય છે, તેવું કહીને ઉશ્કેરાઇ ગયેલો નાનો ભાઇ હિંસક બન્યો હતો. તેણે ચાકૂના ઉપરાછાપરી ઘા મોટા ભાઇ પર ઝીંકી દેતા મોટાભાઇને મોંઢા, આંખો તેમજ ડાબા પડખે ઇજા થઇ હતી. આ ઝઘડાની જાણ સ્થાનિક રહીશે ઇજાગ્રસ્તના મામાને જાણ કરતા મામા દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે નાના ભાઇને પણ સામાન્ય ઇજા થતા સારવાર કરાવવામાં આવી છે. વાડી પી.આઇ.ડી.ડી. ચાવડાએ જણાવ્યું છે કે, નાના ભાઇએ જ ે રીતે હુમલો કર્યો છે, તે જોતા તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાની શંકા છે. તે અંગે તેનો ટેસ્ટ કરાવવામાં આવશે. આ ઘટનામાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને ભાઇઓ એકલા જ રહે છે. તેઓના માતા પિતાનું બીમારીમાં અવસાન થયું છે.




