Baroda

લગ્નની લાલચે મહિલા સાથે દુષ્કર્મ , આરોપી રીક્ષાચાલકની ધરપકડ

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ડભોઇ રોડની 32 વર્ષીય મહિલાએ રિક્ષાચાલક રવિ રાજપૂત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રવિએ લગ્નની લાલચ આપી રાજપીપળા નજીક અને મકરપુરા બરોડા ડેરી પાસે મહિલા સાથે બળજબરી કરી હતી. પોલીસે બળાત્કાર અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ST-SC સેલ વધુ તપાસ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નની લાલચે મહિલા સાથે દુષ્કર્મ , આરોપી રીક્ષાચાલકની ધરપકડ

શહેરના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ રિક્ષાચાલક સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

ફરિયાદ મુજબ, મહિલાના વર્ષ ૨૦૧૫માં લગ્ન થયા હતા અને લગ્નજીવનથી  તેને ૯ વર્ષનો પુત્ર છે. વર્ષ ૨૦૨૩માં તેના છૂટાછેડા થયા બાદ તે ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરે છે. નોકરીએ આવવા-જવા દરમિયાન રિક્ષામાં મુસાફરી કરતી વખતે તેનો પરિચય કારેલીબાગમાં રહેતા રિક્ષાચાલક રવિ રાજપૂત સાથે થયો હતો.

ફરિયાદ મુજબ, ગઈ તા. ૨૫ જૂનના રોજ રવિએ લગ્ન કરવાની લાલચ આપી મહિલાને રાજપીપળા નજીક આવેલા મોટા કરારા ગામમાં તેના મિત્રના ઘરે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ૧૨ જુલાઈએ આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી રિક્ષામાં અપહરણ કરી મકરપુરા બરોડા ડેરી નજીક રિક્ષા ઊભી રાખી રિક્ષામાં જ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી આરોપી મહિલાને સોમા તળાવ બ્રિજ પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો.

બનાવ બાદ મહિલાએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રવિ રાજપૂતની ધરપકડ કરી છે. પોલીસે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવી સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર ગુનાની વધુ તપાસ એસટી-એસસી સેલ દ્વારા હાથ ધરાતા પોલીસે મહિલાનું મેડિકલ પરીક્ષણ કરાવી સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે.