Baroda

નણંદો ઝઘડા કરાવતી હોવાના આક્ષેપ સાથે પરિણીતાની ફરિયાદ

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
ઘરકંકાસ મામલે પરિણીતા સીમા મોરેએ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોમા તળાવ વિસ્તારમાં રહેતી સીમાએ જણાવ્યું કે, 23 ઓગસ્ટે નણંદ પ્રતિમા મસ્કે ઘરે આવી પતિ-પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. અન્ય નણંદો સીમા કાલગુડે, કોમલ અને રત્નપ્રભા કોંડાલકરે પણ ઝઘડો કરી પતિની નોકરી ખાઈ જવાની ધમકી આપી હતી. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નણંદો ઝઘડા કરાવતી હોવાના આક્ષેપ સાથે પરિણીતાની ફરિયાદ

ઘર કંકાશ મામલે પરિણીતાએ ત્રણ નણંદો  સહિત ચાર સામે કપુરાઈ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચાર જણ સામે ગુનો નોંધ્યો છે.

અત્રે સોમા તળાવ વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષનાં સીમા મહેશ મોરેએ આજે કરેલી પોલીસ ફરિયાદમાં કહ્યું કે ગત્ ૨૩ ઓગસ્ટે મારાં નણંદ પ્રતિમા મનોજ મસ્કે (રહે.અમદાવાદ) મારાં સાસુ- સસરાને મળવા માટે આવ્યાં હતાં. આ દરમિયાન પ્રતિમાએ મારી તથા મારાં પતિ અને પુત્ર સાથે ઝઘડો કર્યો હતો.

મારાં અન્ય નણંદો સીમા કિશોર કાલગુડે તથા તેની પુત્રી કોમલ(રહે.ડભોઈ રોડ) અને રત્નપ્રભા કિશોર કોંડાલકરએ પણ અમારી સાથે ઝઘડો કર્યો હતો. મારાં નણંદો આ રીતે અવાર-નવાર અમારાં ઘરે આવી મારાં તથા મારાં પતિ વિશે મારાં સાસુ-સસરાને ખોટી ચઢામણી કરી ઘરમાં ઝઘડા કરાવે છે અને મારાં પતિ એરફોર્સમાં નોકરી કરતા હોઈ નોકરી ખાઈ જઈશું તેવી ધમકીઓ આપે છે.

ઉક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણ નણંદો અને પુત્રી સહિત ચાર જણ સામે ગુનો નોંધ્યો છે.