Baroda

વડોદરામાં પાણીની લાઈનનું સમારકામ પૂરું, રસ્તાનું કામ અધૂરું : બેરીકેડ હટાવાયા નહીં, વાહનચાલકો પરેશાન

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના માંજલપુરમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણ બાદ સમારકામ થયું. પરંતુ, રસ્તાનું પેચવર્ક ન થતાં બેરીકેડ હજુ યથાવત્ છે. 24 કલાક ધમધમતા આ માર્ગે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રાત્રે અંધારામાં અકસ્માતનો ભય રહે છે. તંત્ર તાત્કાલિક પેચવર્ક કરી બેરીકેડ હટાવે તેવી લોકમાગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં પાણીની લાઈનનું સમારકામ પૂરું, રસ્તાનું કામ અધૂરું : બેરીકેડ હટાવાયા નહીં, વાહનચાલકો પરેશાન

Vadodara Corporation : વડોદરાના માંજલપુરમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે થોડા દિવસો અગાઉ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈનનું સમારકામ કરવા માટે માર્ગ પર બેરીકેડ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, લાઈનનું સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું નથી. પરિણામે બેરીકેડ હજુ પણ યથાવત્ રાખવામાં આવ્યા છે અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
તુલસીધામ ચાર રસ્તા તરફનો આ માર્ગ 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. રસ્તા પર બેરીકેડ અને સમારકામ બાદની બિસ્માર સ્થિતિના કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે બેરીકેડ નજરે ન પડે તો અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહેલી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તો પૂર્વવત્ કરવામાં આવતો નથી. લાંબા સમયથી બેરીકેડ યથાવત્ હોવાથી માર્ગ પર અડચણ ઊભી થઈ રહી છે. તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક રસ્તાનું પેચવર્ક કરી બેરીકેડ હટાવવામાં આવે તેવી માગ ઉઠી છે.