Baroda

વડોદરાના કરોળિયા રોડ પર બે મહિનાથી પાણી અને ડ્રેનેજની સમસ્યા

By GS Team
11 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના વોર્ડ 8માં કરોળિયા રોડ વિસ્તારમાં 6 સોસાયટીના 800 મકાનોમાં છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા છે. છેલ્લા 2 મહિનાથી ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. હવે ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળતાં નળોમાં કાળું પાણી આવી રહ્યું છે. સ્થાનિકો રોગચાળા ફાટી નીકળવાની ભીતિ સેવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના કરોળિયા રોડ પર બે મહિનાથી પાણી અને ડ્રેનેજની સમસ્યા

Vadodara Dirty Water : વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં કરોળિયા રોડ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની અને દૂષિત પાણીની સમસ્યા મુદે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વૃંદાવન ચોકડી નજીક આવેલી છ સોસાયટીઓમાં આશરે 800 મકાનો આવેલા છે. છેલ્લા છ મહિનાથી વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાવવાની સમસ્યા યથાવત છે. જોકે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજનું ગંદુ પાણી સોસાયટીના મુખ્ય માર્ગો પર ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગંદકી અને દૂષિત વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સતાવી રહી છે. સ્થાનિક રહીશનું કહેવું છે કે અગાઉ ડ્રેનેજ લાઈન ઉભરાવવાની સમસ્યા હતી, હવે ડ્રેનેજનું ગંદુ પાણી પાણીની લાઈનમાં ભળી રહ્યું છે, જેના કારણે ઘરોના નળમાં કાળા રંગનું પાણી આવી રહ્યું છે.