Chitralok

ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ: આખરે પ્રભુતામાં પગલાં પાડયાં ખરાં

By GS Team
9 Jul 20261 min read
ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ: આખરે પ્રભુતામાં  પગલાં પાડયાં ખરાં

સુપર સક્સેસફુલ સિંગર-પર્ફોર્મર ટેલર સ્વિફ્ટ અને ફૂટબોલ સ્ટાર ટ્રેવિસ કેલ્સ ૩ જુલાઈએ ન્યુ યોર્કના પ્રતિતિ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે ભવ્ય લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. અગાઉ રોડ આઈલેન્ડ એસ્ટેટ પર લગ્ન કરવાનું આયોજન હતું, પરંતુ ૧,૦૦૦થી ૨,૦૦૦ જેટલા મહેમાનોની લાંબી યાદીને સમાવવા માટે છેલ્લી ઘડીએ આ વિશાળ એરેના પસંદ કરવામાં આવ્યું. આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટના સુચારુ સંચાલન માટે જાણીતા વેડિંગ પ્લાનર માર્ક સીડની સેવાઓ લેવાઈ.
લગ્ન પહેલાં બંને સેલિબ્રિટીએ પોતપોતાના મિત્રો સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશન માણી. સ્વિફ્ટની મહેમાન યાદીમાં સેલેના ગોમેઝ અને ગીગી હડિડ જેવા હોલિવુડ તથા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો સામેલ છે. કડક સુરક્ષા અને ભારે ગોપનીયતા વચ્ચે યોજાયેલાં આ બે દિવસીય લગ્ન પાછળ આશરે ૨૦ મિલિયન ડોલર (અંદાજે ૧૬૫ કરોડ રૂપિયાથી વધુ) ખર્ચાઈ ગયા. ઇતિહાસના સૌથી મોંઘા સેલિબ્રિટી લગ્નોમાંથી આ વેડિંગનો ઉમેરો થઈ ગયો છે. પોપ કલ્ચર અને સ્પોર્ટ્સ જગતના આ સૌથી ચચત રોમાન્સના શાહી મિલનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
નર્વદંપતીને અભિનંદન!