વડોદરા ગેસ લિમિટેડ દ્વારા 29 લાખની બાકી રકમ મુદ્દે 46 ગેસ જોડાણ કાપ્યા : 4 લાખની વસૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : લાંબા સમયથી ગેસ બિલની રકમ બાકી રાખનારા ગ્રાહકો પાસેથી વસૂલાત કરવા માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ગેસ કંપનીના અધિકારી જીગ્નેશ ગોહિલે જણાવ્યું કે, નાગરવાડા, મચ્છીપીઠ, સલાટવાડા, ભુતડીઝાંપા સહિતના વિસ્તારોમાં કારેલીબાગ પોલીસની ટીમને સાથે રાખીને અધિકારીઓએ ગેસના બાકી બિલ ધરાવતા ગ્રાહકોનો સંપર્ક કર્યો હતો.
કાર્યવાહી દરમિયાન કુલ રૂ.29 લાખની બાકી રકમ ધરાવતા 46 ગેસ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ગ્રાહકોને લાંબા સમયથી બાકી રહેલા બિલની રકમ ભરવા માટે સમજાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બાકી બિલ ધરાવતા ગ્રાહકો પાસેથી સ્થળ પર જ આશરે રૂ.4 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાહકો અને અધિકારીઓ વચ્ચે રકઝકની ઘટનાઓ પણ બની હતી.
વડોદરા ગેસ લિમિટેડના અધિકારીઓએ બાકી બિલ ધરાવતા ગ્રાહકોને આવતીકાલે યોજાનારી લોક અદાલતનો લાભ લેવા પણ અપીલ કરી હતી.
બાકી બિલની વસૂલાત માટે કંપની દ્વારા આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.




