વડોદરામાં વરસાદમાં અનેક સ્થળે ભુવા પડતા વાહનો ફસાયા, વિશ્વામિત્રીમાં કોર્પોરેશનનું મશીન ફસાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરામાં માત્ર 24 કલાકના ગાળામાં વરસાદે કોર્પોરેશનની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. પરિણામે અનેક સ્થળોએ પાણી ભરાવાની સાથે ભુવા પડવાના તેમજ ઝાડ પડવાના બનાવો બની રહ્યા છે.
બિલ કેનાલ રોડ ઉપર ગઈકાલે મોડી સાંજે એક કાર મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. જેથી આસપાસના લોકો કારચાલકની મદદથી આવ્યા હતા. પરંતુ કાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. આવી જ રીતે ગોત્રી રોડ ઉપર પીએમ ઈ બસ સર્વિસની એક બસ ખાડામાં ફસાઈ જતા મુસાફરો અટવાયા હતા. તો તુલસી વાળી વિસ્તારમાં વિશ્વામિત્રી ના નાળાની સફાઈ માટે ઉતારવામાં આવેલું મહાકાય મશીન ફસાઈ જતાં તેને કાઢતા ના કે દમ આવી ગયો છે. આ મશીન તણાઈને 300 મીટર દૂર ઇન્દિરા નગર બધી સુધી આવી જતા આખરે તેને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું છે અને કેવી રીતે કાઢવું તેની મથામણ ચાલી રહી છે.
આવી જ રીતે મોડી રાત્રે ડભોઇ રોડ મહાનગર પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં કાર દબાઈ હતી પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ દૂર કરી રસતો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી.









